સોમવારથી તમામ જનતા માટે ટ્રેનો ફરીથી શરૂ, જાણો ગુજરાતમાં આ ટ્રેનો દોડશે...
દેશભરમાં સોમવારથી સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત (Gujarat train)માંથી આવતી- જતી 28 ટ્રેનો ફરી જૂના નંબરથી કાર્યરત થશે. જનતા કરફ્યૂના 20 મહિના બાદ સ્પેશિયલ ટ્રેનો (Indian Railways) સામાન્ય નંબર અને સમયપત્રક (Trains Will No Longer Be Special) સાથે દોડશે. આ દરમિયાન ભાડામાં પણ ઘણો ફેરફાર થશે.
Trains Will No Longer Be Special
By
Published : Nov 14, 2021, 11:58 AM IST
|
Updated : Nov 14, 2021, 12:04 PM IST
સોમવારથી દેશભરમાં સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ થશે
ગુજરાતમાંથી પસાર થતી 28 ટ્રેનો જૂના નંબરથી ચાલશે
26 રેગ્યુલર ટ્રેન સાથે 2 નવી ટ્રેનનો પણ સમાવેશ
ન્યૂઝ ડેસ્ક: સોમવારથી તમામ જનતા માટે ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત(Gujarat train) માંથી આવતી- જતી 28 ટ્રેનો જૂના નંબરથી ચાલશે. જનતા કરફ્યૂના 20 મહિના બાદ સ્પેશિયલ ટ્રેનો સામાન્ય નંબર અને સમયપત્રક સાથે દોડશે. આ દરમિયાન ભાડામાં પણ ઘણો ફેરફાર થશે. જેમાં 26 રેગ્યુલર ટ્રેન સાથે 2 નવી ટ્રેનનો પણ સમાવેશ થાય છે. હવે લોકોને લોકડાઉન બાદ દેશભરમાં થોડાવધુ દરે સ્પેશિયલ ટ્રેનો (Indian Railways) શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની મહામારીથી રાહત મળતા હાલ પહેલાની જેમ જ ટિકિટ સામાન્ય (Trains Will No Longer Be Special) દરથી મળી શકશે.
22 માર્ચ 2020ના રોજ જનતા કરફ્યૂ (Public curfew) પછી બંધ કરાયેલી ટ્રેનોને 1 જૂન 2020થી રેલવે દ્વારા શૂન્ય નંબર સાથે ચલાવવામાં આવી હતી. તે ખાસ ભાડા સાથે અનામત હતી. સોમવારથી ટ્રેનોની આ વિશેષ સ્થિતિ રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે, ત્યારથી રેલવે માત્ર સ્પેશિયલ ટ્રેનો જ ચલાવી રહી છે. તેની શરૂઆત લાંબા અંતરની ટ્રેનોથી થઈ હતી. રેલવે બોર્ડે શુક્રવારે ઝોનલ રેલવે (Indian Railways) ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ટ્રેનો હવે તેમના નિયમિત નંબરો સાથે ચલાવવામાં આવશે અને ભાડું કોવિડ પહેલાના દર જેટલું જ સામાન્ય રહેશે.
દેશભરમાં 1,700થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરાશે
રેલવેના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતુ કે, આગામી થોડા દિવસોમાં 1,700 થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરવામાં આવશે. રેલવેના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના સંબંધિત સાવચેતી અને નિયંત્રણો તમામ ટ્રેનોમાં લાગુ રહેશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રેલવે દ્વારા ન તો કોઈ વધારાનું ભાડું લેવામાં આવશે અને ન તો એડવાન્સ બુક કરેલી ટિકિટ પર કોઈ પૈસા પાછા આપવામાં આવશે.