ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાસગંજમાં નિર્માણાધીન મકાનનું લેંટર ધરાશાયી થતાં 3 મજૂરોનાં મોત, બચાવ કામગીરી ચાલુ - કાસગંજમાં નિર્માણાધીન મકાનનું લેંટર ધરાશાયી થતાં 3 મજૂરોનાં મોત

યુપીના કાસગંજમાં આજે બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થવાના કારણે ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અડધો ડઝન લોકોને બચાવવામાં આવ્યા હતા અને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલથી અલીગઢ શિફ્ટ કરાયા છે. તો બીજી તરફ વહીવટી ટીમો દ્વારા લોકોને બચાવવાની કામગીરી સતત ચાલુ છે.

up
up

By

Published : May 23, 2021, 1:04 PM IST

Updated : May 23, 2021, 1:30 PM IST

  • કાસગંજમાં નિર્માણાધીન મકાનનું લેંટર ધરાશાયી થતાં 3 મજૂરોનાં મોત
  • 12 લોકોના બચાવ કરાયો
  • જ્યારે હાલ બચાવ કામગીરી ચાલુ

ઉત્તર પ્રદેશ (કાસગંજ): આ ઘટના કાસગંજ જિલ્લાના સદર કોટવાલી વિસ્તારના પ્રભુ પાર્ક વિસ્તાર સાથે સંબંધિત છે. રવિવારે સવારે શહેરના ઉદ્યોગપતિ રાજીવ બિડલાની દુકાન પડી રહી હતી, ત્યારે આ પ્રસંગે ઉદ્યોગપતિ રાજીવ બિડલાનો ભાઈ કુલદીપ બિડલા લેંટરનું કામ જોઈ રહ્યો હતો કે તે જ સમયે શટરિંગમાં કંઈક ખામી સર્જાવાને કારણે લેન્ટર ધરાશાયી થયું હતું. જેમાં કુલદીપ બિડલા સહિત ડઝન જેટલા કામદારો દબાઇ ગયા હતા.

12 લોકોના બચાવ કરાયો

કાટમાળ નીચે ફસાયેલા 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા

અચાનક આ ઘટનાથી વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચે ફસાયેલા 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ઉદ્યોગપતિ રાજીવ બિડલાનો ભાઈ કુલદીપ બિડલા અને અન્ય બે મજૂરોનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો: જમાલપુરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતા અચાનક દોડધામ

કાસગંજમાં નિર્માણાધીન મકાનનું લેંટર ધરાશાયી થતાં 3 મજૂરોનાં મોત

આ મામલો કોતવાલી સદર વિસ્તારના નદરઈ ગેટ વિસ્તારની છે. મળતી માહિતી મુજબ, અંડર કન્સ્ટ્રક્શન હાઉસનું લેંટર અચાનક ધરાશાયી થયું હતું. લેંટર નીચે દબાઈને કામદારોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શટરિંગમાં કંઈક ખામીને કારણે ઘટના બની હતી.

કાસગંજમાં નિર્માણાધીન મકાનનું લેંટર ધરાશાયી થતાં 3 મજૂરોનાં મોત
Last Updated : May 23, 2021, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details