બલ્લારી (કર્ણાટક): બલ્લારીમાં વિજયનગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (VIMS) માં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ ચાર દર્દીઓ બુધવારે રાત્રે હોસ્પિટલમાં 16-કલાક-લાંબા પાવર કટને સહન કર્યા પછી મૃત્યુ પામ્યા હતા. મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દર્દીઓના મોત વીજળીના અભાવે થયા છે, જોકે હોસ્પિટલ સત્તાવાળાઓએ આ દાવાને નકારી કાઢ્યા છે.( Power Cut In Karnataka Hospital)
પાવર કટ બાદ તેમનું મૃત્યુ એ માત્ર સંયોગ:VIMSના ડાયરેક્ટર ડૉ. ગંગાધરા ગૌડાએ સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે દર્દીઓની હાલત પહેલેથી જ નાજુક હતી અને પાવર કટ બાદ તેમનું મૃત્યુ એ માત્ર સંયોગ છે. મૃતકના સંબંધીઓ દ્વારા આ મુદ્દાની વધુ જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. આ બાબતે વિભાગીય તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (BMCRI) ના ડો. સ્મિતા દ્વારા આ સમિતિનું નેતૃત્વ કરવામાં આવશે.