- બાગોરિયાના ઢાણીમાં શનિવારે મોટી કરુણ ઘટના સર્જાઈ
- ટેકરા પર રમતા ત્રણ બાળકોના મોત નીપજતાં ગમભર્યુ વાતાવરણ
- 4 બાળકો પૈકી એક બાળકનો આબાદ બચાવ કરવામાં આવ્યો
ઝુંઝુનુ (રાજસ્થાન): બાગોરિયાના ઢાણીમાં શનિવારે ગ્રામ પંચાયતના નવોડી કોઠી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ટેકરા પર રમતા ત્રણ બાળકોના મોત નીપજતાં ગમભર્યુ વાતાવરણ થઈ ગયું હતું. તેમજ 1 બાળકની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ, તોડાપુરા અને બાગોરિયાના ઢાણીના 4 બાળકો ટેકરાની નીચે ટનલ હાઉસ બનાવીને રમતા હતા. અચાનક જ માટી ધસી પડતા ચારેય બાળકો દંટાઈ ગયા હતા. તે જ સમયે, એક ઇજાગ્રસ્ત બાળકને જયપુર હૉસ્પીટલમાં ખસેડાયો હતો,ઝૂંઝનું પોલીસ અધિક્ષક મનીષ ત્રિપાઠીએ, પહેલા આ ઘટનાની જાણ સીકરની કલ્યાણ હોસ્પિટલમાં કરી હતી અને ત્યારબાદ, મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચો:કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત