- મોનસૂન સત્રના છેલ્લા સપ્તાહનો પ્રારંભ
- લોકસભામાં 3 બિલ થયા પાસ
- 21 દિવસમાં પ્રથમ વખત સરકારને મળ્યો વિપક્ષનો સાથ
ન્યૂઝ ડેસ્ક: લોકસભાના મોનસૂન સત્રનું અંતિમ સપ્તાહ આજથી શરૂ થયું છે. જેના પ્રથમ દિવસે વિપક્ષના હોબાળા વચ્ચે વધુ 3 બિલ પાસ થયા હતા. આ 3 બિલમાં લિમિટે લાયાબિલિટી પાર્ટનરશિપ બિલ-2021, ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન- સંશોધિત બિલ, 2021 અને કોન્સ્ટિટ્યૂશન શેડ્યૂલ ટ્રાયબ ઓર્ડર – સંશોધિત બિલ, 2021નો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 'પટેલ'ને અનામત મળવાનું મેદાન મોકળું
લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા OBC અનામત માટેના બિલ અંગે વિપક્ષી દળોએ જણાવ્યું હતું કે, તેઓ આ બિલ મુદ્દે સરકારની સાથે છે. આ સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ રાજ્યોને અધિકાર મળશે કે તેઓ OBCની યાદીમાં પોતાની મરજી અનુસાર લિસ્ટિંગ કરી શકે. રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળતા આ કાયદા હેઠળ રાજ્યોને અધિકાર મળશે. આ કાયદાથી કર્ણાટકમાં લિંગાયત, ગુજરાતમાં પટેલ, હરિયાણામાં જાટ અને મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ શક્ય બનશે.