હરિયાણા : રોહતક જિલ્લાના બાલંદ ગામમાં ભોજન ખાવાથી 3 છોકરીઓના મોત થયા છે. તે પછી, 6 લોકોને પીજીઆઈ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. જણાવવામાં આવી રહ્યું છે કે 15 ઓગસ્ટની સાંજે બે ભાઈઓના પરિવારના 9 સભ્યોએ સાથે ડિનર કર્યું હતું. 16 ઓગસ્ટની સવારે, પરિવારના તમામ સભ્યોને ઉલટીઓ થવા લાગી હતી. ઉતાવળમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 3ના મોત થયા હતા. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
પરિવારના 3 લોકોના થયો મોત : મળતી માહિતી મુજબ, રાજેશ અને રાકેશ રોહતક જિલ્લાના બાલંદ ગામના બે ભાઈઓ છે. બંને પરિવાર સાથે રહે છે. રાજેશને ચાર દીકરીઓ છે, જ્યારે રાકેશને એક દીકરો છે. બંને ભાઈઓ ખેતીકામ કરે છે અને ઘણા વર્ષોથી સાથે રહે છે. 15મી ઓગસ્ટની સાંજે પરિવારના 9 સભ્યોએ એકસાથે ડિનર લીધું હતું. 16 ઓગસ્ટના રોજ સવારે પરિવારના તમામ સભ્યોને ઉલ્ટી થવા લાગી હતી. આ પછી, કેટલાક લોકોને ગંભીર હાલતમાં રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 3 બાળકીઓના મોત થયા હતા. જ્યારે હાલ 2 બાળકોની હાલત નાજુક છે. મૃતકોની ઓળખ 7 વર્ષની દિવ્યા, 5 વર્ષની લક્ષિતા અને 1 વર્ષની ખ્યાતી તરીકે થઈ છે.