ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગપુરની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 3નાં મોત, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું - હોસ્પિટલ કોવિડ સેન્ટર

નાગપુરની કોવિડ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે આગ લાગતાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં આગને કારણે થયેલા લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

નાગપુરની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 3નાં મોત, વડાપ્રઘાને દુઃખ વ્યક્ત કર્યું
નાગપુરની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 3નાં મોત, વડાપ્રઘાને દુઃખ વ્યક્ત કર્યું

By

Published : Apr 10, 2021, 10:34 AM IST

Updated : Apr 10, 2021, 10:48 AM IST

  • હોસ્પિટલના બીજા માળે આવેલા ICUના AC યુનિટથી આગની શરૂઆત
  • આગ લાગવાથી 6 દર્દીઓ જાતે જ હોસ્પિટલની બહાર નીકળી ગયા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

નાગપુર (મહારાષ્ટ્ર): શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે આગ લાગતાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત, કેટલાક લોકો ઘાયલ થયાં હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરની એક હોસ્પિટલમાં રાત્રે 8.10 વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (MNC) ના મુખ્ય ફાયર ઓફિસર રાજેન્દ્ર ઉચકેએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના બીજા માળે આવેલા ICUના AC યુનિટથી આગની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યાં અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉચકેએ જણાવ્યું હતું કે, આગના સમયે બીજા માળે 10 દર્દીઓ હતા. આગ લાગવાથી 6 દર્દીઓ જાતે જ નીકળી ગયા હતા. જ્યારે, 3 દર્દીઓને ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યાં હતા.

આ પણ વાંચો:નવી દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલના ICUમાં આગ, દર્દીઓ માંડ માંડ બચ્યાં

હોસ્પિટલને કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું

નાગપુરના વાડી વિસ્તારમાં આવેલી વેલ ટ્રીટ હોસ્પિટલને કોવિડ સેન્ટર બનાવવામાં આવી છે. શુક્રવારે, રાત્રે 8.10 વાગ્યાની આસપાસ હોસ્પિટલના 2જા માળે ICUના AC યુનિટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગમાં ઘણા દર્દીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ આગમાં 3 દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન, હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા જ ફાયરમેન અને પોલીસ ટીમો દોડી આવી હતી અને દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો:કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાની નહીં

વડાપ્રધાન મોદીએ આગથી મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં આગને કારણે થયેલા લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, 'નાગપુરની હોસ્પિટલમાં લાગેલી આગથી હું દુઃખી છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના સબંધીઓ સાથે મારી સંવેદના છે. આ ઘટનામાં ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. '

Last Updated : Apr 10, 2021, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details