હૈદરાબાદ:હૈદરાબાદના સાઈબરાબાદમાં ગુજરાતી સમાજ દ્વારા 20 થી 22 ઓક્ટોબર એમ 3 દીવસીય નવરાત્રીનું આયોજન 'દાંડિયા રમઝટ 2023'ના શિર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. છેલ્લાં 11 વર્ષથી સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન એટલે કે CGAના નેજા હેઠળ આ પ્રકારનું શાનદાર આયોજન કરવામાં આવે છે. જેમાં હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને રાસની રમઝટ બોલાવે છે.
Navratri 2023: હૈદરાબાદમાં ગુજરાતીઓએ રાસ-ગરબાની મચાવી રમઝટ, મિની ગુજરાતના થયાં દર્શન - Navratri 2023
ગુજરાત જ નહીં ગુજરાત બહાર અન્ય રાજ્યો અને વિદેશમાં પણ નવરાત્રીનો ઉંમગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હૈદરાબાદ વસતા ગુજરાતીઓ પણ ગરબાના તાલે ઝુમી રહ્યાં છે. આધ્યશક્તિના આરાધનાના આ પર્વ ધામધૂમથી હૈદરાબાદમાં ઉજવણી થતી જોવા મળી રહી છે. હૈદરાબાદના સાઈબરાબાદમાં ગુજરાતી સમાજ દ્વારા 20 થી 22 ઓક્ટોબર એમ 3 દીવસીય નવરાત્રીનું આયોજન 'દાંડિયા સમઝટ 2023'ના શિર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. છેલ્લાં 11 વર્ષથી સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન એટલે કે CGAના નેજા હેઠળ આ પ્રકારનું શાનદાર આયોજન કરવામાં આવે છે. જેમાં હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને રાસની રમઝટ બોલાવે છે.
Published : Oct 21, 2023, 6:28 PM IST
|Updated : Oct 21, 2023, 7:14 PM IST
હૈદરાબાદમાં ઉભર્યુ મિની ગુજરાત: ખાસ વાત એ છે ન માત્ર ગુજરાતીઓ પરંતુ અન્ય રાજ્યના લોકો પણ અહીં ગરબા રમવા માટે આવે છે અને ગુજરાતી ગરબા સાથે રાસનો ધમધમાટ બોલાવે છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં 30 થી 40 ટકા લોકો બીજા રાજ્યના પણ જોવા મળ્યા હતા. ગરબા પ્રેમીઓએ સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશનની વ્યવસ્થા અને આયોજનની પણ પ્રશંસા કરી હતી.
CGA દ્વારા આયોજન:મહત્વપૂર્ણ છે કે, સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન ગ્રુપ દ્વારા દર વર્ષે આ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવે છે. તેથી હૈદરાબાદમાં વસતા લોકો અને ગરબા પ્રેમીઓ પણ આ અહીં ગરબા રમવા માટે થનગનતા હોય છે. નોંધનીય છે કે, સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન દ્વારા આ પ્રકારે નવરાત્રી ઉજવવાની શરૂઆત 11 વર્ષ પહેલાં કરવામાં આવી હતી ત્યારે ફક્ત 50 થી 100 લોકો જ અહીં રમવા આવતા હતા પણ અત્યારે આ ગ્રુપ એક વિશાળ વટવૃક્ષ બનીને ઉભરી રહ્યું છે. ગુજરાતી સાથે નોનગુજરાતી લોકો પણ હવે ગુજરાતના રંગે રંગાવા લાગ્યા છે.