ગુજરાત

gujarat

By

Published : Apr 11, 2021, 4:34 PM IST

ETV Bharat / bharat

કવર્ધાના કોવિડ કેર સેન્ટરમાં 3 કોરોના સંક્રમિત મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા

કવર્ધા જિલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. આ ત્રણેય બાળકો સ્વસ્થ છે. બાળકોની સારસંભાળ હોસ્પિટલની નર્સો રાખી રહી છે.

કવર્ધાના કોવિડ કેર સેન્ટરમાં  3 કોરોના સંક્રમિત મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા
કવર્ધાના કોવિડ કેર સેન્ટરમાં 3 કોરોના સંક્રમિત મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા

  • 3 કોરોના પોઝિટિવ મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા
  • નર્સો જ ત્રણેય બાળકોની સંભાળ રાખી રહી છે
  • મહિલાઓ સ્વસ્થ થશે, ત્યારે તેમને બાળકો આપવામાં આવશે

કવર્ધાઃ જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા. કોવિડ કેર હોસ્પિટલમાં ત્રણેય મહિલાઓએ બાળકને જન્મ આપ્યો. કલેક્ટર રમેશકુમાર શર્માએ મહિલાઓની પ્રસૃતિ કરવાવાળી ટીમની પ્રશંસા કરી હતી. હાલ નર્સો જ ત્રણેય બાળકોની સંભાળ રાખી રહી છે.

આ પણ વાંચોઃસુરતમાં કોરોના પોઝિટિવ મહિલાએ 108 એમ્બુલન્સમાં બાળકને જન્મ આપ્યો

ત્રણેય બાળકો સ્વસ્થ છે

કોવિડ હોસ્પિટલમાં શુક્રવાર અને શનિવારે 3 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો. ત્રણેય બાળકો સ્વસ્થ છે. બાળકોની સારસંભાળ હોસ્પિટલની નર્સ કરી રહી છે.

ક્યારે થયો બાળકોનો જન્મ?

કવર્ધા જિસ્સાના લોહારા અને પંડરિયા બ્લોકની ત્રણ કોરોના પોઝિટિવ મહિલાઓને કવર્ધા કોવિડ સેન્ટરમાં લાવવામાં આવી હતી. ત્રણેય મહિલા ગર્ભવતી હતી તે માટે તેમને કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. એક મહિલાએ શુક્રવાર રાત્રે પોતાના બાળકને જન્મ આપ્યો હતો. 2 મહિલાઓએ શનિવારે સાંજે બાળકોને જન્મ આપ્યા હતા.

આ પણ વાંચોઃકપરાડા તાલુકામાં સગર્ભા મહિલા માટે 108 એમ્‍બ્‍યુલન્‍સ બની સંજીવની સમાન, 108માં થયો બાળકનો જન્મ

બાળકોને માં થી અલગ બીજા વોર્ડમાં રાખવામાં આવ્યા છે

પ્રસૃતિ પછી ડોક્ટરે બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરીને જિલ્લા હોસ્પિટલના ICU વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરનાં કહ્યા પ્રમાણે બાળકો સ્વસ્થ છે. બાળકોને સંક્રમણથી બચાવવા માટે તેમની માં થી અલગ રાખવામાં આવ્યા છે. જ્યારે મહિલાઓ સ્વસ્થ થશે, ત્યારે તેમને બાળકો આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details