- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 28,046 દર્દી સાજા થયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 290 લોકોના મોત થયા, 137 કેરળમાં
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું જોખમ હજી પણ યથાવત્ છે. અહીં દરરોજ કોરોનાના નવા કેેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જાહેર કરેલા કોરોનાના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોના મોત થયા છે. સાથે જ 28,046 લોકો સાજા થયા છે.
કેરળમાં સૌથી વધુ કેસ
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાઈ રહ્યા છે. કેરળમાં શુક્રવારે કોરોનાના નવા 17,983 કેસ નોંધાયા છે. જ્યારે 127 લોકોના મોત થયા છે, જેનાથી રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 45,97,293 થઈ છે. અહીં મૃતકોની સંખ્યા 24,318 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીના જ્યોર્જે જણાવ્યું હતું કે, કોરોનાના 1,62,846 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી માત્ર 12.6 ટકા જ હોસ્પિટલમાં દાખલ છે.
આ તમામની વચ્ચે શુક્રવારે 15,054 લોકો બીમારીથી સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 44,09,530 થઈ છે. પ્રધાને વધુમાં કહ્યું હતું કે, 18 વર્ષથી વધુ વયના 91.3 ટકા કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને આ ઉંમરના 39 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.
દેશભરમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી 3,36,24,000 લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4,46,658 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધી 3,28,76,000 લોકો સાજા થયા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3 લાખ જેટલી છે. કુલ 3,01,000 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસઃ3,36,24,419