- KEM અને શેઠ GS મેડિકલ કોલેજમાં 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
- કોલેજના 27 વિદ્યાર્થીઓએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હતા
- બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા
મુંબઈ, મહારાષ્ટ્ર : KEM અને શેઠ GS મેડિકલ કોલેજ(KEM and Seth GS Medical College )માં અભ્યાસ કરતા 29 MBBS વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. 29 માંથી 23 વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં અને 6 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. 29 વિદ્યાર્થીઓ પૈકી 27 વિદ્યાર્થીઓએ કોરોના રસી(Corona Vaccine)ના બન્ને ડોઝ લીધા હતા.
હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા
અધિકારીએ માહિતી આપી હતી કે, બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કેવી રીતે કોરોનીની પકડમાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાઇરસના 315 નવા કેસ નોંધાયા બાદ જિલ્લામાં સંક્રમણના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે.