તમિલનાડુ : આગામી 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હી ખાતે G20 લીડર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરમાંથી નેતાઓ અને વિવિધ દેશના પ્રતિનિધિઓ ભારતના મહેમાન બની રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમના સ્થળ પર સુરક્ષા સહિતની વિવિધ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે એક ખાસ આકર્ષણ પણ ઊભું કરવામાં આવશે. અહીં નટરાજની 28 ફૂટની ઊંચાઈ ધરાવતી વિશાળ પ્રતિમા પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નટરાજની પ્રતિમા :ઉલ્લેખનિય છે કે, આ નટરાજની પ્રતિમા 28 ફૂટ ઊંચી હશે. ઉપરાંત આ પ્રકારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પ્રતિમા હાલમાં તૈયાર થઈ ચૂકી છે. તે તમિલનાડુના સ્વામીમાલાઈથી નવી દિલ્હી સુધીની ઐતિહાસિક યાત્રા પર નીકળી છે. આ પ્રતિમા સોનું, ચાંદી, સીસું, તાંબુ, ટીન, પારો, આયર્ન અને જસત એમ અષ્ટધાતુની બનેલી છે. આઠ ધાતુઓના મિશ્રણમાંથી ઝીણવટભરી કોતરણી સાથે તૈયાર કરાયેલી પ્રભાવશાળી પ્રતિમાનું વજન 19 ટન છે.
પ્રસિદ્ધ શિલ્પકારની મહેનત :સમૃદ્ધ પ્રદેશ એવા તંજાવુર જિલ્લાના પ્રસિદ્ધ શિલ્પકાર દેવસેનાપતિ સ્તપાથીના પુત્રોના કુશળ હાથો દ્વારા આ પ્રતિમાને ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવી હતી. આ પ્રદેશ તેના કાંસ્ય શિલ્પોના વારસા માટે પ્રખ્યાત છે. આ પ્રતિમા અજોડ અને ભવ્ય કારીગરીનું ઉદાહરણ બની રહેશે. ભગવાન શિવને તેમના વૈશ્વિક નૃત્ય સ્વરૂપમાં નટરાજ તરીકે પ્રતીક કરતી પ્રતિમા તમિલ સંસ્કૃતિના ટેપેસ્ટ્રીમાં એક આગવું સ્થાન ધરાવે છે. G20 શિખર સંમેલનમાં પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન દ્વારા પ્રેરિત કરવામાં આવી હતી. આ પ્રતિમા ભારતના સ્થાયી સાંસ્કૃતિક વારસા અને કલાત્મક દીપ્તિનું પ્રતીકાત્મક મહત્વ પ્રદર્શિત કરે છે.
રુ.10 કરોડનો ખર્ચ : 20 ફેબ્રુઆરી 2023 ના રોજ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા છ મહિનાના સમર્પણ અને કલાત્મકતાની મહેનત છે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને વરસાદના કારણે હસ્તકલા બનાવવાની પ્રક્રિયાને થોડી લંબાવી છે. જટિલ પોલિશિંગ તબક્કામાં પણ આબોહવા પરિબળોને કારણે વિલંબ થયો છે. આ ભવ્ય પ્રતિમા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
પ્રતિમાનો પ્રવાસમાર્ગ : ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના પ્રોફેસર અને વડા અચલ પંડ્યાને સોંપવામાં આવી હતી. આ પ્રતિમાનો નવી દિલ્હી તરફનો માર્ગ કાળજીપૂર્વક નક્કી કરવામાં આવ્યો હતો. કારણ કે, તે કર્ણાટકમાં જતા પહેલા તમિલનાડુના ઉલુન્દુરપેટ, સાલેમ, કૃષ્ણાગિરી અને હોસુરના મનોહર લેન્ડસ્કેપ્સમાંથી પસાર થાય છે. તેની યાત્રા હોસ્કોટે, દેવનહલ્લી, કુર્નૂલ (એપી), આદિલાબાદ, નાગપુર, સિવની, સાગર, લલિતપુર, ગ્વાલિયર અને આગ્રા થઈને રાજધાની દિલ્હીમાં પૂર્ણ થશે.
- Human-Centric Globalisation: 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ: PM મોદી
- G20 Summit: બિડેનના સ્વાગત માટે 2000 લેમ્પ સાથે રેતીનું શિલ્પ બનાવવામાં આવ્યું