- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,621 લોકો સાજા થયા છે
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 276 લોકોના મોત થયા
દેશમાં કોરોનાની બીજી લહેર યથાવત્ છે, પરંતુ દરરોજ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા છે, જે છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઓછા છે. જ્યારે 276 લોકોના મોત થયા છે. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,621 લોકો સાજા થયા છે. સોમવારે આરોગ્ય મંત્રાલયના કોરોનાના આંકડા જાહેર કર્યા છે.
દેશમાં સક્રિય કેસ ઘટીને 2,99,620 થયા
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,621 લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા 3,29,31,972 થઈ ગઈ છે. જ્યારે હવે સક્રિય કેસ ઘટીને 2,99,620 થઈ ગયા છે. આંકડાઓ અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોનાથી 3,36,78,786 કેસ આવી ચૂક્યા છે, જેમાંથી અત્યાર સુધી કોરોનાથી 4,47,194 લોકોના મોત થયા છે.
દેશમાં 86.01 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ગઈકાલે દેશમાં કોરોનાની રસીના 38,18,362 ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે કોરોના રસીકરણનો કુલ આંકડો 86,01,59,011 પર પહોંચ્યો છે.
કુલ કેસઃ3,36,78,786
સક્રિય કેસઃ2,99,620