ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPના બલરામપુરમાં DCM પલટી ખાઈ જતાં 26 લોકો ઈજાગ્રસ્ત - UP રોડ અકસ્માત

UPના બલરામપુરમાં DCM પલટાયા બાદ 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગ્રામજનોની મદદથી પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. 6 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાને કારણે તેઓને વધુ સારવાર માટે મોકલાયા છે.

બલરામપુર
બલરામપુર

By

Published : Apr 4, 2021, 4:38 PM IST

Updated : Apr 5, 2021, 4:00 PM IST

  • DCMએ કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • DCM પર સવાર તમામ 26 લોકોઈજાગ્રસ્ત
  • 6 લોકોની હાલત ગંભીર

બલરામપુર(ઉત્તરપ્રદેશ): કોટવાલી ઉતરાઉલાના હાશિમપરા નજીક રવિવારે બસ્તી જિલ્લાથી બહરાઇચ તરફ જતા DCMએ કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે DCMમાં ​​પ્રવાસ કરી રહેલા 26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક ગ્રામજનો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉતરાઉલામાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોકટરોની ટીમેઈજાગ્રસ્તની સારવાર કરી હતી. સાથે જ, 6 લોકોની હાલત ગંભીર હોવાને કારણે તબીબોએ તેમને વધુ સારવાર માટે સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા છે.

આ પણ વાંચો:આંંધ્રપ્રદેશ રોડ અકસ્માતમાં 25 ઈજાગ્રસ્ત, 4ના મોત

મહિલાને બચાવવા જતા DCMનો અકસ્માત

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ DCM હશીમપરા પહોંચ્યા ત્યારે એક મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી. મહિલાને બચાવવા DCMએ નિયંત્રણ ગુમાવ્યું હતું અને ક્રેશ થયું હતું. DCM પર સવાર તમામ લોકો મુંડનમાં ભાગ લેવા ટાઉનશીપથી બહરાઇચ જઈ રહ્યા હતા.

આ પણ વાંચો:મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત

6 લોકોની હાલત ગંભીર

પોલીસ અધિકારી રાધારમણ સિંહે જણાવ્યું હતું કે, DCM પ્રવાસીઓને બહરાઇચથી બસ્તી જિલ્લા લઈ જઈ રહ્યું હતું. દરમિયાન, ઉત્તરાઉલા કોટવાલી વિસ્તારમાં વઝેરમુન્ડા નજીક અચાનક બ્રેક મારવાને કારણે DCM અનિયંત્રિત થઈને પલટી ખાઇ ગયું હતું. આ દુર્ઘટનામાં DCM પર સવાર તમામ 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક સારવાર બાદ 20 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. જ્યારે ગંભીર હાલતને કારણે 6 લોકોને વધુ સારવાર માટે રિફર કરાયા છે.

Last Updated : Apr 5, 2021, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details