ધરમતુલા:આસામમાં કુદરતી આફતે આકાશીરૂપ લેતા મૃત્યુંઆકમાં (Death Rate Rise In Assam Flood 2022) વધારો થયો છે. આસામમાં પૂર અને ભુસ્ખલનને (flood and landslide in Assam 2022) કારણે મૃત્યું પામેલા લોકોની સંખ્યા 26 સુધી પહોંચી ગઈ છે. જોકે, રાહતના વાવડ એ છે કે, આસામમાં પૂરની સ્થિતિમાં (flood situation in Assam) સારો એવો સુધારો થયો છે. બે અઠવાડિયા પહેલા આસામ રાજ્યમાં પૂરના પ્રકોપને કારણે 4000થી વધારે ગ્રામ્ય વિસ્તારમાંથી 9 લાખથી વધારે લોકોને (Safe evacuation of people) માઠી અસર પહોંચી હતી.
આ પણ વાંચો:આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
રેલ સંપર્ક ખોરવાયો: પૂરને કારણે રસ્તાઓ, બ્રીજ અને રેલવે ટ્રેકનું ખરાબ રીતે ધોવાણ થઈ ગયું છે. અંતરિયાળ વિસ્તારમાં સંપર્ક કરવો કઠિન બન્ય હતો. જ્યારે છેવાડા સુધી જતી રેલવે લાઈનનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પુરને કારણે રેલવે વિભાગે કેટલાક રૂટ પણ રદ્દ કરી દીધા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે, અમારી છ સભ્યોની ટીમ રવિનેશ કુમારની અધ્યક્ષતામાં કામ કરી રહી છે. જે કેન્દ્રીય ટીમ સાથે મળીને આગામી સમયમાં કામ કરશે. દીમા હસાઓ, દરાંગ, નાગાંવ અને હોજઈમાં તારીખ 27 અને 28 મેના રોજ ભારેવરસાદ થતા તેમજ ભુસ્ખલનને કારણે નુકસાન થયું છે. જેનો સર્વે કરાશે.
આ પણ વાંચો:આસામ પૂરમાં 67 લોકો તથા 187 પશુઓના થયાં મોત
નદીનું સ્તર વધતા જોખમ: પુરની સ્થિતિમાં થોડી રાહત છે. પણ નાગાંવના ધરમતુલમાં કોપિલી નદી રેડ ઝોનથી ઉપરના સ્તર પર વહી રહી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે, કુલ મળીને 87712 લોકો 346 રાહત શિબિરમાં આશરો લઈ રહ્યા છે. જે લોકોને આ રાહત શિબિરમાં આશરો નથી મળ્યો એમને રાહત સામગ્રીની કીટનું વિતરણ કરાયું છે. હંગામી ધોરણે જુદા જુદા વિસ્તાર તથા જિલ્લાઓમાં રાહત સેવા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. NDRF, ઈન્ડિયન આર્મી, સિવિલ ડિફેન્સ, પેરામિલિટરી ફોર્સ, ઈન્ડિયન એરફોર્સ અને વોટર રીસોર્સ ડીપાર્ટમેન્ટ જુદા જુદા જિલ્લાઓની મદદ કરી રહ્યા છે. ખાસ કરીને જે ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે એના સતત સંપર્કમાં આ ઓથોરિટી રહી છે. અત્યાર સુઘીમાં 26599 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.