ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પડોસીએ આપેલી ડ્રગ ઓવરડોઝના કારણે મેક અપ આર્ટિસ્ટનું મૃત્યુ - Punjab make up artist

મનપ્રીત કુમાર ઉર્ફે ગગનદીપ સિંહ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેક-અપ આર્ટિસ્ટ હતો અને કામના અભાવે ધનોલા આવ્યો હતો. મૃતકના પિતા વિનોદ કુમારે જણાવ્યું કે, તેના પુત્રને તેની પાડોશમાં રહેતી મહિલા અને તેના પરિવારના સભ્યો દ્વારા ડ્રગ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેથી તેના પુત્રનું ડ્રગ ઓવરડોઝના કારણે મોત (Punjab youth die by drug overdose) નીપજ્યું હતું.

પડોસીએ આપેલી ડ્રગ ઓવરડોઝના કારણે મેક અપ આર્ટિસ્ટનું મૃત્યુ
પડોસીએ આપેલી ડ્રગ ઓવરડોઝના કારણે મેક અપ આર્ટિસ્ટનું મૃત્યુ

By

Published : Jul 7, 2022, 8:23 PM IST

બરનાલાઃસરકાર જ્યાં એક તરફ ડ્રગ્સ અને ડ્રગ્સના દાણચોરો સામે પગલાં લેવાના ઊંચા દાવા કરી રહી છે, ત્યા બીજી તરફ ડ્રગ્સના કારણે દરરોજ વધુને વધુ યુવાનો મૃત્યુ પામી રહ્યા છે. મામલો બરનાલાના ધનોલા શહેરનો છે, જ્યાં 25 વર્ષીય મેકઅપ આર્ટિસ્ટનું ડ્રગ ઓવરડોઝથી મોત (Punjab youth die by drug overdose) થયું હતું. મૃતક યુવકના પરિજનોએ નગરની એક મહિલા અને તેના પરિવાર પર ડ્રગ્સ વેચવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:વર્ષો બાદ માં નર્મદા કચ્છમાં પહોંચી, ને 12 કલાકમાં જ કેનાલનો ભાગ ધોવાઈ ગયો

મૃતકના પિતા વિનોદ કુમારે જણાવ્યું કે, તેમનો પુત્ર મનપ્રીત કુમાર ઉર્ફે ગગનદીપ સિંહ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેક-અપ આર્ટિસ્ટ (Punjab make up artist ) હતો અને કામના અભાવે ધનોલા આવ્યો હતો. તેનો પુત્ર અગાઉ પણ ડ્રગ્સનો વ્યસની હતો, પરંતુ તેણે લગભગ એક મહિના પહેલા જ છોડી દીધુ હતું, પરંતુ ગઈકાલે તેના પુત્રને તેની પાડોશમાં રહેતી મહિલા અને તેના પરિવારના સભ્યો દ્વારા ડ્રગ્સનું વેચાણ (Punjab drug racket) કરવામાં આવ્યું હતું, જેથી તેના પુત્રનું ડ્રગ ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:નોઈડા પોલીસે કરી ધરપકડ તો રાયપુર પોલીસે રોહિત રંજનને ભાગેડુ જાહેર કર્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા તસ્કર, તેનો પુત્ર, પુત્રી અને અન્ય સંબંધીઓ નશીલા પદાર્થોનું વેચાણ કરીને શ્રિયમ ધનોલા અને આજુબાજુના ગામોના યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છે. પોલીસને આ બધું જાણવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો પોલીસે મહિલા તસ્કર અને તેના પરિવાર સામે કાર્યવાહી કરી હોત, તો તેનો પુત્ર મૃત્યુ પામ્યો ન હોત. તેમણે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે, આરોપી મહિલા તસ્કર અને તેના પરિવારની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે.

મહિલા પેડલર: આ મામલે ધનોલા પોલીસ સ્ટેશનના એસએચઓ જગદેવ સિંહે જણાવ્યું કે, મૃતક યુવક મનપ્રીત કુમાર ઉર્ફે ગગનદીપ સિંહનું મોત ડ્રગ્સના ઓવરડોઝથી થયું હતું અને મૃતક યુવકના પિતા વિનોદ કુમારે આરોપ લગાવ્યો છે કે, એક મહિલા પેડલર અને તેના અન્ય સંબંધીઓ તેના પડોશમાં હતા. મૃતક યુવકે તેની પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું અને તેનું ઓવરડોઝ લેવાથી મોત થયું હતું.

મૃતક યુવકના પિતાનું નિવેદન: વિનોદ કુમારના નિવેદનના આધારે પાંચ ડ્રગ સ્મગલરો વિરુદ્ધ કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે મૃતક યુવકના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ મૃતક યુવક પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેક-અપ આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો અને તાજેતરમાં તેણે ડ્રગ્સ વિરુદ્ધ ટેલિફિલ્મ બનાવી હતી અને આજે તે પોતે પણ ડ્રગ્સનો શિકાર બન્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details