ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન, BSE Sensex અને NSE Nifty રેડ ઝોનમાં બંધ રહ્યા - ટોપ લુઝર શેર

ચાલુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ફરી સપાટ બંધ થયું હતું. આજે BSE Sensex હળવું ડાઉન અને NSE Nifty નજીવા સુધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે શેરમાર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

24 November Friday
24 November Friday

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 4:49 PM IST

મુંબઈ :આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex 17 પોઈન્ટ ડાઉન અને NSE Nifty 7 પોઈન્ટ વધીને ખુલ્યો હતો. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 48 અને 7 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા.

BSE Sensex : આજે 24 નવેમ્બર શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 66,017 બંધની સામે 17 પોઈન્ટ ઘટીને 66,000 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 65,894 પોઈન્ટ ડાઉન અને 66,101 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex સપાટ ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 48 પોઈન્ટ ઘટીને 65,970 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.07 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ પણ BSE Sensex 5 પોઈન્ટ ઘટીને 66,017 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 7 પોઈન્ટ (0.04 %) ઘટીને 19,795 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 7 પોઈન્ટના સુધારા સાથે 19,809 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,768 પોઈન્ટ સુધી ડાઉન અને 19,832 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 10 પોઈન્ટ ઘટીને 19,802 ના મથાળે સપાટ બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એક્સિસ બેંક (0.91 %), JSW સ્ટીલ (0.81 %), HDFC બેંક (0.68 %), ICICI બેંક (0.66 %) અને એનટીપીસીનો (0.47%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં HCL ટેક (-1.55 %), વિપ્રો (-1.54 %), ટીસીએસ (-1.46 %), ટેક મહિન્દ્રા (-0.98 %) અને નેસ્લે (-0.97 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 964 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1135 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, HDFC બેંક, ટીસીએસ અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઉછાળા સાથે ખુલ્યા
  2. સેમ ઓલ્ટમેનની OpenAIના CEO તરીકે વાપસી, થોડા દિવસો પહેલા બરતરફ કરવામાં આવ્યા હતા

ABOUT THE AUTHOR

...view details