ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Crime News : ગાઝિયાબાદમાં ચોરીના આરોપમાં 23 વર્ષની યુવતીની હત્યા - CCTV camera footage

ગાઝિયાબાદમાં એક યુવતીની માર મારી હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. ચોરીની આશંકાથી યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

UP Crime News : ગાઝિયાબાદમાં ચોરીના આરોપમાં 23 વર્ષની યુવતીની હત્યા
UP Crime News : ગાઝિયાબાદમાં ચોરીના આરોપમાં 23 વર્ષની યુવતીની હત્યા

By

Published : Jun 21, 2023, 6:49 PM IST

ગાઝિયાબાદ : ગાઝિયાબાદમાં ચોરીના આરોપમાં 23 વર્ષની યુવતીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે યુવતીનું મોત થયુ હતુ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અગાઉ પોલીસને માહિતી મળી હતી કે એક ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે. પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં એક યુવતીની લાશ પડી હતી. મૃતક યુવતીની બહેને જણાવ્યું કે, તેની બહેનની ચોરીના આરોપમાં માર મારીને હત્યા કરવામાં આવી છે.

માર મારી હત્યા : આ ઘટના ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહાર વિસ્તારનો છે. અહીં બુધવાર સવારે પોલીસને એક ઘરમાં ઝઘડો થઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. યુવતી અહીં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, તેમના આગમનના કારણ અંગે હાલમાં કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટના સમયે સ્થળ પર ડીજે વગાડવામાં આવી રહ્યુ હતુ.

પોલીસને સિદ્ધાર્થ વિહાર વિસ્તારમાં ઝઘડો થઈ રહ્યો હોવાની ખબર મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં 23 વર્ષિય યુવતીનો મૃતદેહ મળ્યો હતો. તેની સાથે મૃતક યુવતીની બહેન પણ હતી. આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.-- રવિ પ્રકાશ (SP)

પોલીસ તપાસ : પોલીસ આ કેસમાં બિલ્ડિંગના CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. આ ઉપરાંત આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મકાન માલિકનો પણ સમાવેશ થાય છે. સાથે જ આ કેસમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં તથ્યોના આધારે વધુ માહિતી આપવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જો લોકોને યુવતી પર શંકા હોય તો તેઓ પોલીસને પણ જાણ કરી શક્યા હોત.

  1. Surat Crime News : મોબાઈલ ઝુટવી બાઈકર્સ ફરાર,આધેડ માથું ખંજવાળતા રહી ગયા...જુઓ વિડિયો
  2. Surat News: રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા

ABOUT THE AUTHOR

...view details