ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરાના મહામારીના કારણે 23 કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાયા : રિપોર્ટ - કોરાબાર સમાચાર

કામકાજી ભારતની સ્થિતિ કોવિડ વચ્ચે અનેક લોકોની આજીવિકા પર અસર થઇ છે. મહામારી દરમ્યાન રાષ્ટ્રીય ન્યૂનતમ સીમા 23 કરોડ સુધી પહોંચી ગઇ છે. મહત્વનું છે કે અનૂપ સત્પથી સમિતિ અનુસાર અનુશંસિત રાષ્ટ્રીય ન્યૂયતમ આવક 375 રૂપિયા પ્રતિદિવસ છે.

કોરાના મહામારીના કારણે 23 કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાયા
કોરાના મહામારીના કારણે 23 કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાયા

By

Published : May 6, 2021, 10:57 PM IST

  • કોરોના સમયમાં લોકોની આજીવિકા પર થઇ અસર
  • દેશમાં 1.5 શ્રમિકોએ ગુમાવ્યું કામ
  • અનેક મહિલાઓ પણ થઇ બેરોજગાર

ન્યૂઝ ડેસ્ક: કોરાના મહામારી વચ્ચે લોકડાઉન લગાવવામાં આવ્યું અને લોકોની આજીવિકા પર અસર પડી ગયા વર્ષે 23 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઇ ગયા હતાં. આ અંગે અજીમ પ્રેમજી યુનિવર્સિટીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રામીણ ગરીબી દરમાં 15 ટકાનો વધારો થયો છે જ્યારે શહેરી ગરીબીમાં 20 ટકાનો વધારો થયો છે.

20 ટકા ગરીબોએ ગુમાવી આવક

કામકાજી ભારતની સ્થિતિ કોવિડ વચ્ચે અનેક લોકોની આજીવિકા પર અસર થઇ છે. મહામારી દરમ્યાન રાષ્ટ્રીય ન્યૂનતમ સીમા 23 કરોડ સુધી પહોંચી ગઇ છે. મહત્વનું છે કે અનૂપ સત્પથી સમિતિ અનુસાર અનુશંસિત રાષ્ટ્રીય ન્યૂયતમ આવક 375 રૂપિયા પ્રતિદિવસ છે. તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવક દરેક જગ્યાએ ઓછી થઇ છે. જો કે મહામારીની સૌથી વધારે અસર ગરીબના ઘરમાં થઇ છે. ગત વર્ષે એપ્રિલ અને મે માસમાં 20 ટકા ગરીબ પરિવારોએ પોતાની સંપૂર્ણ આવક ગુમાવી દીધી હતી.

વધુ વાંચો:ચિદમ્બરમે નરેન્દ્ર મોદીને પૂછ્યું: તમે આર્થિક નિષ્ફળતાનો સ્વીકાર ક્યારે કરશો ?

1.5 શ્રમિકોએ ગુમાવ્યું કામ

જો કે આનાથી વિપરિત સ્થિતિ અમીરોના ઘરમાં જોવા મળી મહામારીના સમયગાળામાં તેમની આવકના એક ચતુર્થાંષ નુકસાન થયું છે. આઠ મહિનામાં 10 ટકાથી નીચેના ઘરમાં એક અંદાજ પ્રમાણે 15,700 રુપિયાનું નુકસાન થયું છે. લોકોને બે મહિનાની આવકમાં પોતાનો ગુજારો કરવો પડ્યો હતો. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકડાઉન દરમ્યાન એપ્રિલ-મે 2020માં લગભગ 10 કરોડ લોકોની નોકરીઓ ગઇ હતી. લગભગ 1.5 કરોડ શ્રમિક 2020માં કામ ગુમાવી બેઠા હતાં.

વધુ વાંચો:પશ્ચિમ બંગાળમાં બેરોજગારીના દરમાં 40 ટકાનો ઘટાડો: મમતા બેનર્જી

ફક્ત 19 ટકા મહિલાઓ છે કાર્યરત

મોટાભાગના લોકો જૂન 2020 સુધીમાં કામ પર પાછા આવી ગયા હતાં છતાં 1.5 કરોડ લોકો બેરોજગાર હતાં. રિપોર્ટમાં તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઑક્ટોબર 2020માં માસિક આવક (4,979 રૂપિયા) જ્યારે જાન્યુઆરી 2020 (5,989 રૂપિયા) કરતાં તે ઓછી છે. મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં સૌથી વધારે લોકોની નોકરી છૂટી છે. લોકડાઉન દરમ્યાન 61 ટકા કામકાજી પુરુષો કાર્યરત છે જ્યારે સાત ટકા લોકો નોકરી ગુમાવ્યા બાદ હજી કામ પર કામ પર પરત ફર્યા નથી. ફક્ત 19 ટકા મહિલાઓ જ કાર્યરત રહી છે. જ્યારે 47 ટકા મહિલાઓને લોકડાઉન પછી સ્થાયી રીતે નોકરી ગુમાવી છે. 25 થી 44 વર્ષના વર્ષના 6 ટકા લોકો રોજગાર ગુમાવી ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details