આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે
- ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતી કાલે સોમવારે પરિણામ જાહેર કરવા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ.બુ પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ વોર્ડની સાઇટ પર પોતાનો બેઠક નંબર નાખી પોતાનું પરીણામ જોઈ શકશે. અગાઉ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા જુલાઈ માસમાં લેવાઇ હતી. જેમાં સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ એક અઠવાડિયા પહેલા જ જાહેર કરવામાં આવ્યું છે.
- કલ્યાણ સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ શનિવારે રાત્રે નિધન થયું હતું. સિંહના અંતિમ સંસ્કાર ગંગા કિનારે નરુલા ખાતે આજે 23 ઓગસ્ટે કરવામાં આવશે. કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત, ઉત્તરપ્રદેશ સહિત રાજસ્થાનમાં 23 ઓગસ્ટના રોજ એક દિવસની જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.
- જ્વેલરીના ફરજિયાત હોલમાર્કિંગ સામે આજે દેશવ્યાપી હડતાળ
હોલમાર્કિંગના મનસ્વી અમલ સામે આજે 23 ઓગસ્ટના રોજ દેશભરમાં પ્રતીકાત્મક હડતાળ કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી હાઉસહોલ્ડ કાઉન્સિલએ દાવો કર્યો હતો કે, હડતાળને દેશના દરેક ભાગમાં સ્થિત જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના 350 સંગઠનો અને ફેડરેશન દ્વારા ટેકો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોનાના દાગીનાનું હોલમાર્કિંગ તબક્કાવાર રીતે 16 જૂનથી ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારે પ્રથમ તબક્કાના અમલીકરણ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 256 જિલ્લાઓની પસંદગી કરી છે.
ગઈકાલના સમાચાર જે તમને વાંચવા ગમશે
- ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન પ્રબોધકાંત પંડ્યાનું નિધન
ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ અને શિક્ષણ વિભાગના રાજ્યપ્રધાન પ્રબોધકાંત પંડ્યાનું 77 વર્ષની વયે રવિવારે વહેલી સવારે અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ વર્ષોથી સંતરામપુર મત વિસ્તારમાંથી ચૂંટાઇ આવતા હતા. ચીમનભાઈ પટેલના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણ અને ગૃહ રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા હતા. પ્રબોધકાંત પંડ્યા સંતરામપુર તાલુકામાં આદિવાસીના વિકાસ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેતા હતા. હાલના મહીસાગર જિલ્લાના કડાણા નજીકના મહીસાગર કિનારે આવેલા નદીનાથ મહાદેવના વિકાસમાં તેઓનો મોટો ફાળો રહેલો છે. જેને ધ્યાનમાં રાખી તેમના અંતિમસંસ્કાર માટે આજે તેમને કડાણા તાલુકાના જાગુના મુવાડા લઈ જવામાં આવ્યા છે અને મહીસાગર નદીના પવિત્ર કિનારે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.વધુ વાંચો Click Here...
- અફઘાનિસ્તાનના સાંસદ ભારત આવી થયા ભાવુક
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબજો જમાવ્યા બાદ, પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. તમામ દેશો તેમના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, કાબુલથી ભારત લાવવામાં આવેલા અફઘાન સાંસદ નરિંદર સિંહ ખાલસા હિન્ડન એરબેઝ પર રડી પડ્યા હતા. ભાવુક થયેલા નરીંદરે કહ્યું કે 'મને રડવાનું મન થાય છે... છેલ્લા 20 વર્ષમાં જે પણ બનાવવામાં આવ્યું, તે હવે સમાપ્ત થઈ ગયું છે'. વધુ વાંચો Click Here...
- સમગ્ર રાજ્યમાં રક્ષાબંધનનો તહેવાર ધામ ધુમથી ઉજવાયો
ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, ત્યારે રક્ષાબંધનનો તહેવાર સમગ્ર ગુજરાતમાં જોરશોરથી ઉજવવામાં આવ્યો હતો. આ સાથે રક્ષાબંધન પર્વ નિમિત્તે દર વર્ષે મુખ્યપ્રધાન આવાસ ખાતે રક્ષાબંધનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો આ પર્વ ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં જુદા-જુદા શહેરો અને જિલ્લાઓમાંથી આવેલી બહેનોએ મુખ્યપ્રધાનને રાખડી બાંધી અને શુભેચ્છાઓ આપી હતી. વધુ વાંચો Click Here...
સુખીભવ:
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોરોના સંક્રમણની જટિલ અસરો ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા કોમોર્બીડ રોગોથી પીડિત લોકોમાં અને ધૂમ્રપાનની આદત ધરાવતા લોકોમાં જોવા મળે છે. પરંતુ તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગાંજાની ટેવથી કોરોનાના ગંભીર પરિણામો આવી શકે છે. જે લોકો ડ્રગ્સના વ્યસની છે અથવા "કેનાબીસ યુઝ ડિસઓર્ડર" એટલે કે સીયુડીથી પીડાતા લોકોમાં આમ જોવા મળે છે. વધુ વાંચો Click Here...