- એક્સપ્રેસ ટ્રેનથી લાવવામાં આવેલા 226 ઓક્સિજન સિલિન્ડર જપ્ત
- ઓક્સિજનના સિલિન્ડરના ગેરકાયદે વેચાણ અંગે જિલ્લા વહીવટી તંત્રને ગુપ્ત માહિતી મળી હતી
- વીઆઈપી ગેટ પાસે પાર્ક કરેલા વાહનમાંથી 226 ઓક્સિજન સિલિન્ડરો કરાયા જપ્ત
કટિહાર: રવિવારે મોડી સાંજે કટિહાર રેલવે સ્ટેશન પરથી લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેનથી લાવવામાં આવેલા 226 ઓક્સિજન સિલિન્ડર ઝડપાયા હતા. ઓક્સિજનના સિલિન્ડરના ગેરકાયદે વેચાણ અંગે જિલ્લા વહીવટી તંત્રને ગુપ્ત માહિતી મળી હતી. આ પછી ઉતાવળમાં DM ઉદયન મિશ્રાએ SDM શંકર શરણ ઓમીની આગેવાની હેઠળ તપાસ ટીમની રચના કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃપ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
વીઆઈપી ગેટ પર પાર્ક કરેલા વાહનમાંથી કરાયા જપ્ત
ટીમે ઝડપી કાર્યવાહી કરતા કટિહાર રેલવે સ્ટેશનના વીઆઈપી ગેટ પાસે પાર્ક કરેલા વાહનમાંથી 226 ઓક્સિજન સિલિન્ડરો કબજે કર્યા હતા. આ કેસ અંગે માહિતી આપતા SDMએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.