- બદલાપુર સ્ટેશન નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી
- માલગાડીના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
- કાટમાળ હટાવીને માર્ગ ચાલુ કરવાના પ્રયાસો શરૂ કરાયા
જૌનપુર: બદલાપુર સ્ટેશન( Badlapur station of Jaunpur) નજીક ગુરુવારે સવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. સવારે 7.30 વાગ્યાની આસપાસ માલગાડીના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત સમયે એટલો ભયંકર અવાજ સંભળાયો હતો કે આજુબાજુના ગામના લોકો દોડી આવ્યા હતા. હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. કાટમાળ હટાવીને માર્ગ ચાલુ કરવાના પ્રયાસો શરૂ કરાયા છે.
આંચકાને કારણે માલગાડીના પૈડા એક બીજા પર ચઢી ગયા
જૌનપુરના શ્રી કૃષ્ણ નગર રેલ્વે સ્ટેશન પાસે સવારે 7:30 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. માલગાડીના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દરમિયાન જોરદાર અવાજ આવતા આસપાસના ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અવાજ એટલો જોરદાર હતો કે એવું લાગી રહ્યું હતું કે કોઈ મોટો ટ્રેન અકસ્માત થયો છે. આંચકાને કારણે માલગાડીના પૈડા એક બીજા પર ચઢી ગયા હતા. બોગીઓ ટ્રેકની બાજુમાં આવી ગઈ હતી.