જકાર્તા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી આસિયાન સમિટમાં ભાગ લેવા ગુરુવારે સવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા હતા. રિટ્ઝ કાર્લટન હોટેલમાં તેમનું સ્વાગત કરવા એકત્ર થયેલા ભારતીય પ્રવાસીઓએ 'વંદે માતરમ' અને 'મોદી-મોદી'ના નારા વચ્ચે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તિરંગો લહેરાવવાની સાથે NRIઓએ મોદી-મોદી, વંદે માતરમ, હમારા નેતા કૈસા હો, નરેન્દ્ર મોદીજી જૈસા હો, હર-હર મોદી, હર ઘર મોદી જેવા નારા લગાવીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ સાથે જ પીએમ મોદીએ વિદેશી ભારતીયોને શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત:વડાપ્રધાન મોદીએ બાળકો સહિત ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. ભારતીય ડાયસ્પોરાના એક સભ્યએ કહ્યું કે પીએમ મોદી આટલા મોટા નેતા છે પરંતુ તેઓ ડાઉન ટુ અર્થ છે, તેમણે અમારા બધા સાથે હાથ મિલાવ્યો અને અમને દરેકને સમય આપ્યો. અન્ય લોકોએ કહ્યું કે પીએમ મોદીના કારણે ભારતને ઓળખ મળી રહી છે. મોદીના કારણે જ આ શક્ય બન્યું છે.
આસિયાન-ઈન્ડિયા સમિટ:ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 18મી ઈસ્ટ એશિયા સમિટ અને 20મી આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા. જકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા મંત્રી I. ગુસ્તી આયુ બિન્તાંગ ડરમાવતીએ તેમનું સ્વાગત કર્યું.
- PM Modi Advice To Ministers : પીએમ મોદીની મંત્રીઓને સલાહ, INDIA Vs Bharat પર બોલવાનું ટાળો અને સનાતન ધર્મ પર જવાબ આપો
- Sonia Gandhi Writes Letter to PM Modi : સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા જણાવ્યું
બુધવારે ઇન્ડોનેશિયા જતા પહેલા, વડા પ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ વૈશ્વિક પડકારોનો સામૂહિક રીતે સામનો કરવા માટે વ્યવહારિક સહયોગના પગલાં પર અન્ય નેતાઓ સાથે વિચારોની આપ-લે કરવા આતુર છે. તેમણે ASEAN જૂથ સાથેની જોડાણને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના મહત્વના આધારસ્તંભ તરીકે પણ વર્ણવ્યું હતું. વડાપ્રધાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર જકાર્તા ગયા છે.
(ANI)