ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2022 cricket tournament: 2022માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ વ્યસ્ત - Australia hosts T20 World Cup 2022

કોરોના મહામારી વચ્ચે, 2021 માં ક્રિકેટ મેચો સાવચેતીપૂર્વક યોજવામાં આવી હતી, જેમાં બાયો-બબલ અને ક્વોરેન્ટાઇન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2021 માં જ, ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ(Australia won the T20 World Cup) જીત્યો અને ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.

2022 cricket tournament: 2022માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ વ્યસ્ત
2022 cricket tournament: 2022માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ વ્યસ્ત

By

Published : Jan 1, 2022, 5:03 PM IST

નવી દિલ્હીઃ વર્ષ 2022માં શરૂઆતના મહિનામાં બે મોટી ટૂર્નામેન્ટ (2022 cricket tournament)યોજાવાની છે. તેમાંથી પ્રથમ વેસ્ટ ઈન્ડિઝ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જાન્યુઆરીમાં યોજાશે, જેમાં 2020 સિઝનના વિજેતા બાંગ્લાદેશને ઈંગ્લેન્ડ, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. છેલ્લી વખતની ઉપવિજેતા ભારત (Indian cricket team )ગ્રુપ-Cમાં આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડા સાથે છે.

ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન

દુબઈમાં અંડર-19 એશિયા કપ જીત્યા બાદ યશ ધુલની ટીમ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરવા પર નજર રાખશે. અંડર-19 વર્લ્ડ કપના લગભગ દસ મહિના બાદ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન (Australia hosts T20 World Cup 2022)થવાનું છે. આ વર્લ્ડ કપમાં એરોન ફિન્ચની ટીમ પોતાનું ટાઈટલ બચાવવા ઉતરશે.

જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટનની ભૂમિકામાં

બીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમ બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવા પર નજર રાખશે, જ્યારે ભારત ગત સિઝનમાં નિરાશાજનક અભિયાન બાદ વધુ સારું પ્રદર્શન કરવા પર નજર રાખશે. આ પહેલા ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા માંગશે.સેન્ચુરિયનમાં જીત બાદ 1-0થી આગળ ચાલી રહેલ ભારત જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં વિજયી પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. ત્રણ મેચની સીરિઝ બાદ કેએલ રાહુલ વનડેમાં કેપ્ટન રહેશે જ્યારે જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃNew Year 2022: દ્રવિડે કોહલી એન્ડ કંપની સાથે મોજથી વધાવ્યું 2022નું નવું વર્ષ

ઘરઆંગણે શ્રીલંકા સામે ત્રણ T20I રમશે

આ વર્ષે, ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે સફેદ બોલની શ્રેણી અને બે ટેસ્ટ રમશે, ત્યારબાદ ઘરઆંગણે શ્રીલંકા સામે ત્રણ T20I રમશે. સાથે જ, જો બધુ બરાબર રહ્યું તો અફઘાનિસ્તાન પ્રથમ વખત ભારત સામે વનડે શ્રેણીમાં જોવા મળી શકે છે.તે પછી, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) થવાની છે, જેમાં બે નવી ટીમો લખનૌ અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ મે 2021માં કોવિડ-19ને કારણે IPLનો બીજો તબક્કો UAEમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થતાં, IPLની યજમાની માટે સારી યોજનાની જરૂર છે.

આ પછી ભારતનો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ

IPL બાદ ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક વ્યસ્ત કાર્યક્રમનો સામનો કરવો પડશે. દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે પાંચ T20 મેચ બાદ ઈંગ્લેન્ડ પ્રવાસે જવાનો છે. જ્યાં, ભારત એજબેસ્ટન ખાતે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટ રમવાની સાથે ત્રણ વનડે અને ટી20 શ્રેણી રમશે. આ પછી ભારતનો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ, પાકિસ્તાનમાં એશિયા કપ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના વર્ષના અંતમાં અહીં આવવાની શક્યતા છે.એકંદરે, વર્ષ 2022 ક્રિકેટ માટે ખૂબ જ વ્યસ્ત વર્ષ હશે અને જો કોવિડ-19ની અસર ઓછી થશે તો બાયો-બબલ અને ક્વોરેન્ટાઇનથી પણ છુટકારો મળી શકે છે.

આ પણ વાંચોઃRavi Shastri New Year Celebration 2022 : પૂર્વ ભારતીય કોચે પોતાના મશહૂર અંદાજમાં નવા વર્ષને વધાવ્યું

ABOUT THE AUTHOR

...view details