- ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર 2021 ની જાહેરાત કરાઈ
- ડેવિડ જુલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને મળ્યો એવોર્ડ
- નોબેલ પુરસ્કારના વિજેતાઓને ગોલ્ડ મેડલ અપાયો
હૈદરાબાદ : ડેવિડ જુલિયસ(David Julius) અને આર્ડેમ પટાપૌટિયન(Ardem Patapoutian)ને સંયુક્ત રીતે ફિઝિયોલોજીમાં નોબેલ 2021 નો પુરસ્કાર મળ્યો છે. તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સ(receptors for temperature and touch)ની શોધ માટે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે.
કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુરસ્કારોની જાહેરાત
સ્ટોકહોમ(Stockholm)ની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ(Karolinska Institute)ની પેનલ દ્વારા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજીના પ્રોફેસર જુલિયન ઝિરેથે(Juleen Zierath) કહ્યું કે, તે એવી શોધ શોધી રહી છે જેનાથી માનવજાતને ફાયદો થયો છે.
2020માં મેડિસિનમાં ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો હતો