- મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના 2 હજાર કેસ સક્રિય થયા છે
- આ ફંગલના લીધે કેટલાક દર્દીઓએ તેમની દ્રષ્ટિ ગુમાવી હતી
- મહારાષ્ટ્રમાં આ રોગના કારણે અત્યાર સુધી 52 લોકોના મોત નીપજ્યાં છે
મુંબઇ: મુંબઇમાં કોરોનાથી મૃત્યુ પામેલા દસ લોકો બ્લેક ફંગસના શિકાર બન્યા હતા. આ ફંગલના લીધે કેટલાક દર્દીઓએ તેમની દ્રષ્ટિ ગુમાવી હતી. તે જ સમયે, મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના 2 હજાર કેસ સક્રિય થયા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર યોજના વિભાગના માહિતી કેન્દ્રએ આ માહિતી આપી છે.
આ પણ વાંચોઃભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ
મહારાષ્ટ્રમાં આ રોગના કારણે અત્યાર સુધી 52 લોકોના મોત નીપજ્યાં છે
આ અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે બ્લેક ફંગસના 1500 સક્રિય કેસની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આ રોગના કારણે અત્યાર સુધી 52 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર આયોજન વિભાગ દ્વારા આ રોગના ફેલાવા, તેના કોવિડ સાથેના સંબંધો, લક્ષણો, સારવાર અને તેમાં લેવાની સાવચેતી વિશે માહિતી આપવામાં આવી છે.
શું છે બ્લેક ફંગસ?
કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસ જેવી ખતરનાક બિમારી લોકો માટે સમસ્યા બની ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ સાયન્સ (આઈસીએમઆર)ના અનુસાર, બ્લેક ફંગસએ દુર્લભ પ્રકારનું ફંગસ છે. આ ફંગસ શરીરમાં ઇજાઓને કારણે ઘાવ અને સ્ક્રેચેસ દ્વારા શરીરમાં ઝડપથી ફેલાય છે.
મ્યુકર માઇકોસિસ મોટે ભાગે તે કોવિડ -19 દર્દીઓમાં જોવા મળે છે
જેઓ કોરોના સંક્રમિત થતા પહેલા કોઈ અન્ય રોગથી પીડાતા હતા, તે દર્દીઓમાં આ ફંગલ વધુ જોવા મળે છે. ઉપરાંત, જેમની ઇમ્યુનિટી ખૂબ નબળી છે લોકોમાં આ ફંગલ વધુ ફેલાય છે, આરોગ્ય વિશેષજ્ઞોએ કહ્યું છે કે, મ્યુકર માઇકોસિસ મોટે ભાગે તે કોવિડ -19 દર્દીઓમાં જોવા મળે છે. જેમને ડાયાબિટીઝ, બ્લડમાં સુગરનું પ્રમાણ વધઘટ અથવા લોહીમાં આયરનનું સ્તર વધારે છે.