ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં મૃત્યુઆંક 25 પહોંચ્યો

આખા દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓક્સિજનની અછતનને કારણે જયપુરના ગોલ્ડન હોસ્પિટલમાં 25 દર્દીના મૃત્યું થયા છે. દિલ્હીની બધી હોસ્પિટલમાં ભારે અછત છે જેના કારણે હજારો લોકોના જીવ જખમમાં છે.

corona
દિલ્હીની જયપૂર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 20 દર્દીના મૃત્યું

By

Published : Apr 24, 2021, 11:01 AM IST

Updated : Apr 24, 2021, 1:18 PM IST

  • આખા દેશમાં ઓક્સિજની અછત
  • ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના થઈ રહ્યા છે મૃત્યું
  • દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 25 દર્દીના મૃત્યું

દિલ્હી: આખા દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ મહામારીની સામે હોસ્પિટલ તંત્ર પણ પાંગળુ બની રહ્યું છે, ક્યાક દર્દીઓને બેડ નથી મળતા અને જો બેડ મળી જાય તો ઓક્સિજનની નથી મળતો. દરરોજ ઓક્સિજનની અછતના કારણે કોરોના દર્દીઓના મૃત્યું થઈ રહ્યા છે. શનિવારે પણ દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 25 દર્દીના મૃત્યું થયા છે. 25 લોકોના મૃત્યું પછી શનિવારે બપોર થતા થતા ઓક્સિજન ટેન્ક હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલમાં ઓક્સિજનના ઓછા દબાણને કારણે 25 દર્દીઓના મૃત્યું

ઓક્સિજનની અછત ના કારણે દર્દીઓના મૃત્યું

3 દિવસ પહેલા નાસિકમાં ઓક્સિજન પ્લાન્ટ લીક થતા હોસ્પિટલમાં દર્દી સુધી ઓક્સિજન ના પહોંચ્યો જેના કારણે દર્દીઓના મૃત્યું થયા હતા. શુક્રવારે સાંજે દિલ્હીમાં પણ કંઇક આવુ જ થયું. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 25 લોકોના મૃત્યું થયા છે. હાલમાં હોસ્પિટલમાં 260 કોરોના દર્દી ભરતી છે.

દિલ્હીની બીજી હોસ્પિટલની શું હાલ

દિલ્હીની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. દર્દીના પરીજનો દર્દીઓને લઈને હોસ્પિટલોના ધક્કા ખાઈ રહ્યા છે પણ કોઇને ઓક્સિજન નથી મળતો. દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં માત્ર થોડા સમય ચાલે એટલો ઓક્સિજન બાકિ રહ્યો છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ, અહીં દરરોજ 10 ક્યુબિક મીટર ઓક્સિજનની જરૂર છે જ્યારે હાલમાં 11 ક્યુબિક મીરટની માગ છે અને અમારા પાસ માત્ર 500 ક્યુબિક મીટર ઓક્સિજન બચ્યો છે. બત્રા હોસ્પિટલમાં શનિવારે સવારે ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. હોસ્પિટલમાં દરરોજ 700 લીટર ઓક્સિજનની જરૂર પડે છે. હાલમાં 500 લીટર ઓક્સિજન આવ્યો છે જે થોડા સમય માટે ચાલી જશે.

Last Updated : Apr 24, 2021, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details