ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુવકો સાથે વાત કરવાની સજાઃ ઘરવાળાઓએ યુવતીઓને બેશરમીથી મારી, લોકો બનાવતા રહ્યા વીડિયો - tanda

છોકરાઓ સાથે ફોન પર વાત કરવાના આરોપમાં બે યુવતીઓ સાથે તેમના પિતરાઇ ભાઇઓએ ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી, વીડિયોમાં યુવતીઓને લાકડીઓ વડે માર મારવામાં આવી રહ્યો છે.

યુવકો સાથે વાત કરવાની સજા
યુવકો સાથે વાત કરવાની સજા

By

Published : Jul 4, 2021, 3:13 PM IST

  • યુવતીઓને મારવાવાળા તેમના પિતરાઇ ભાઇઓ છે
  • પીપળવા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે
  • વીડિયોમાં લોકો યુવતીઓને લાકડીઓ વડે માર મારતા જોવા મળ્યા હતા

ધારઃ ટાંડા પોલીસ સ્ટેશન હેઠળ પીપળવા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે યુવતીઓ સાથે ક્રૂરતાની તમામ મર્યાદા પાર કરવામાં આવી હતી. વીડિયોમાં લોકો યુવતીઓને લાકડીઓ વડે માર મારતા જોવા મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,મારવાવાળા યુવતીઓના પિતરાઇ ભાઇઓ છે.

આ પણ વાંચોઃ kheda crime: ભત્રીજાના ત્રાસથી કંટાળી જઈ કાકીએ કરી આત્મહત્યા, કોર્ટે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી

છોકરીઓ દયાની ભીખ માંગતી રહી

માનવતા ત્યારે વધુ શરમજનક બની જ્યારે લોકો હાજર રહીને આ ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા, પરંતુ તેમને બચાવવાના કોઈ પ્રયાસ કર્યા નહીં. જાણે કોઈના દિલમાં કાયદાનો ડર જ નથી. વીડિયોમાં યુવતીઓ બૂમો પાડતી રહી, પરંતુ માણસોમાંથી રાક્ષસ બનેલા લોકોના દિલમાં સહેજ પણ દયા ના આવી. યુવતીઓ દયાની ભીખ માંગતી રહી અને નિર્દય લોકો તેમને લાકડીઓ વડે માર મારતા રહ્યા.

યુવકો સાથે વાત કરવાની સજા

પિતરાઇ ભાઇઓએ કરી હતી મારપીટ

વીડિયોમાં યુવતીઓને યુવકો દ્વારા માત્ર માર મારવામાં આવ્યો ન હતો, પરંતુ મહિલાઓએ દ્વારા પણ લાકડીઓ, પથ્થર અને લાત વડે ભારે માર મારવામાં આવ્યો હતો. આ વીડિયો થોડા દિવસ જૂનો બતાવવામાં આવી રહ્યો છે. મારપીટનો ભોગ બનેલી યુવતી સંબંધોમાં પિતરાઇ બહેન છે અને બન્નેના સંબંધ અલીરાજપુરના જોબટમાં થયા છે.

બે છોકરાઓ સાથે ફોન પર વાતચીત કરવાનો આરોપ

યુવતીઓનો આરોપ છે કે, હાજર લોકોએ શાળાની નજીક જ રોકીને તેમને પૂછયું કે, તમે મામાના પરિવારના બે છોકરા સાથે કેમ ફોન પર વાત કરો છો. જે બાદ યુવતીઓને પર લાકડીઓથી માર મારવામાં આવી હતી. માત્ર ફોન પર વાત કરવાને લઇને લોકોએ હોબાળો મચાવ્યો અને છોકરીઓને મારી હતી. ઘટના બાદ બન્ને યુવતીઓ એટલી ડરી ગઈ હતી કે, ફરિયાદ પણ નહોતી નોંધાવી.

સાત આરોપીઓની ધરપકડ

ટાંડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિજય વાસ્કલે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થયા પછી પોલીસે ગુનો નોંધી સ્થળની તપાસ કરી હતી. યુવતીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી, જ્યાં પૂછપરછ પર યુવતીઓએ જણાવ્યું હતું કે, તેમના પરિવારના સભ્યો દ્વારા જ તેમની મારપીટ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે 7 લોકો સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

વધુ એક શરમજનક કિસ્સો આવ્યો સામે

આ અગાઉ રાજ્યના અલીરાજપુરમાં મહિલાને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં એક પરિણીત મહિલાને તેના પિતા અને ત્રણ ભાઈઓએ જાહેરમાં જ માર મારી હતી, કારણ કે તેણી કોઈ પણ જાણ કર્યા વગર કોઈ સગાના ત્યાં જતી રહી હતી. તેનું આમ વારંવાર ઘરમાંથી કહ્યા વગર જવાના કારણે પરિવારને તેના ચરિત્ર પર શંકા કરી હતી, જેના કારણે તેને આવી અમાનવીય સજા આપવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહીમાં લાગી ગઈ હતી, હાલમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે પિતા અને ત્રણ ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ ગુનો ન નોંધવા માટે 50 હજારની લાંચ માંગનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 2 ઝડપાયા

રાજ્યમાં ગુનાહિત કેસોમાં વધારો થયો છે

હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એક પછી એક ગુનાહિત કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. જો કે, મુખ્યપ્રધાન શિવરાજે કોઈપણ ગુનાહિત કેસમાં આરોપીઓને કડક સજા આપવાની વાત કરી છે. એ જુદી વાત છે કે, આ પછી પણ રાજ્યમાં દુષ્કર્મીઓનું પ્રમાણ વધ્યું છે અને આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details