- દિલ્હીની સેંટ સ્ટીફેંસ કોલેજના 13 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
- વિદ્યાર્થીઓ ગયા હતા ડેલીહાઉસીના પ્રવાસે
- હોસ્ટેલમાં કડક કરવામાં આવ્યા નિયમો
નવી દિલ્હી : દિલ્હી વિશ્વવિદ્યાલયથી સંબધીત સેંટ સ્ટીફેંસ કોલેજની હોસ્ટેલમા રહેતા 13 વિદ્યાર્થીઓ અને 2 અધિકારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. હાલમાં જ 40 વિદ્યાર્થીઓ ડેલહાઉસીના પ્રવાસે ગયા હતા.
13 વિદ્યાર્થીઓ સંક્રમિત
સેંટ સ્ટીફેંસ કોલેજના આચાર્ય જોન વર્ગિસે કહ્યું કે 13 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાની જાણકારી મળી છે, તેમણે કહ્યું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બીજા લોકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય.
આ પણ વાંચો : મહેસાણા કોર્ટમાં કોરોનાનો ફરી પગ પેસારો, 15 દિવસ માટે કામકાજ બંધ કરવા નિર્ણય