ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2 Members Of Lawrence Bishnoi Gang Arrested : દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની કરી ધરપકડ - સ્પેશિયલ સેલ

રાજધાની દિલ્હી અને અન્ય રાજ્યોમાં ગેંગસ્ટરો ઝડપથી પગ ફેલાવી રહ્યા છે. જો કે પોલીસ પણ સમયાંતરે તેમની સામે કાર્યવાહી કરે છે. આજે શુક્રવારે સવારે રોહિણી સેક્ટર 28-29 નજીક દિલ્હી પોલીસની ઉત્તરીય રેન્જના સ્પેશિયલ સેલે બિશ્નોઈ ગેંગના બે સભ્યોની (2 Members Of Lawrence Bishnoi Gang Arrested) ધરપકડ કરી હતી.

2 Members Of Lawrence Bishnoi Gang Arrested : દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની કરી ધરપકડ
2 Members Of Lawrence Bishnoi Gang Arrested : દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની કરી ધરપકડ

By

Published : Feb 3, 2023, 4:33 PM IST

નવી દિલ્હી :રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમ દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. એન્કાઉન્ટરમાં રોહિણી સેક્ટર 28-29 નજીક નોર્ધન રેન્જના સ્પેશિયલ સેલ દ્વારા લોરેન્સ ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

બદમાશો સાથે થયું હતું એન્કાઉન્ટર :દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આજે સવારે બે બદમાશો સાથે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં બંને તરફથી 2-2 રાઉન્ડ ફાયરિંગ થયું, પરંતુ કોઈને ગોળી વાગી નથી. પોલીસે બેરીકેટીંગ કરીને બે બદમાશો સંદીપ અને જતીનની ધરપકડ કરી છે. જેમાં સંદીપ હરિયાણાના ઝજ્જરનો અને જતિન દિલ્હીના બાબા હરિદાસ નગરનો છે. બંને બદમાશો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :Child marriage in Assam: આસામમાં બાળલગ્ન સામેની ઝુંબેશમાં 1800 લોકોની ધરપકડ

લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની ધરપકડ :પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પંજાબ ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (એજીટીએફ) દ્વારા બિશ્નોઈ ગેંગના એક મુખ્ય સભ્યની ધરપકડ કરવામાં આવી છે. તેના કબજામાંથી છ જીવતા કારતુસ સાથે 30 કેલિબરની ચાઈનીઝ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ રાજવીર સિંહ ઉર્ફે રવિ રાજગઢ તરીકે થઈ છે, જે ખન્ના જિલ્લાના રાજગઢ ગામનો રહેવાસી છે.

આ પણ વાંચો :Murder in Chhitaurgarh: રાજસ્થાનના ચિત્તોડગઢમાં BJP નેતાના પુત્રની ગોળી મારીને કરાઇ હત્યા

ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે :આરોપી છેલ્લા 13-14 વર્ષથી લોરેન્સ બિશ્નોઈ અને કેનેડિયન આતંકવાદી ગોલ્ડી બ્રારના સંપર્કમાં હતો અને તેમના ઈશારે સતત ગુનાહિત પ્રવૃતિઓ કરી રહ્યો હતો. તેની સામે રાજ્યમાં હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ વગેરેને લગતા ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે. 23 નવેમ્બરના રોજ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બિશ્નોઈની દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે યુવાનોની ભરતી કરવાના કથિત કાવતરા સાથે સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details