તિરુપતિ: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (Tirumala Tirupati Devasthanam) એ શનિવારે એક શ્વેતપત્ર (white paper) બહાર પાડ્યું અને ફિક્સ્ડ ડિપોઝિટ અને ગોલ્ડ ડિપોઝિટ સહિત તેની સંપત્તિઓની યાદી જાહેર કરી હતી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે તેની પાસે રૂપિયા 5,300 કરોડથી વધુ મૂલ્યની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 10.3 ટન સોનાની થાપણો છે અને રૂપિયા 15,938 કરોડની રોકડ થાપણ (Cash deposit) છે. જ્યારે ભગવાન વેંકટેશ્વર મંદિરને સમર્પિત મંદિરની કુલ નેટવર્થ રૂપિયા. 2.3 લાખ કરોડની છે જે ભારતના સૌથી ધનિક મંદિરમાંથી એક (One of the richest temples in India) છે. ટ્રસ્ટે સોશિયલ મીડિયાના (Social media) અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા કે ટ્રસ્ટના અધ્યક્ષ અને બોર્ડે ભારત સરકારના બોન્ડ્સ (Government bonds) અથવા આંધ્રપ્રદેશ સરકારની સિક્યોરિટીઝમાં વધારાના ભંડોળનું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.
શ્વેતપત્ર જાહેર: અહેવાલોને ખોટા અને ખોટા ગણાવતા TTD, EO અને ધર્મા રેડ્ડીએ 30 જૂન 2019 અને 30 સપ્ટેમ્બર 2022 વર્તમાન TTD બોર્ડ અને તેના અધ્યક્ષની મુદત વચ્ચે કરેલા તેના રોકાણો અને સોનાની થાપણો પર એક શ્વેતપત્ર બહાર પાડ્યું હતું. TTDએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના નિયમો મુજબ તેણે H1 વ્યાજ દરે અનુસૂચિત બેંકોમાં રોકાણ કર્યું હતું. TTD દિશાનિર્દેશો અનુસાર ગોલ્ડ ડિપોઝિટ માટે સૌથી વધુ ક્રેડિટ રેટિંગ ધરાવતી શેડ્યૂલ બેંકોમાંથી જ ક્વોટેશન મંગાવવામાં આવ્યા હતા.