- આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના બે માછીમારોના વાવાઝોડાના કારણે મૃત્યુ
- અન્ય ત્રણ માછીમારો સલામત રીતે કિનારે પહોંચ્યા
- જ્યારે એક હજુ પણ લાપતા
અમરાવતી (આંધ્રપ્રદેશ):આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના બે માછીમારો રવિવારે સાંજે બંગાળની ખાડીમાં આવેલા 'ગુલાબ' વાવાઝોડાની ઝપેેટમાં આવતા બંન્નેના મૃત્યુ થયું હતુ. જ્યારે એક હજુ પણ લાપતા છે. તે જ સમયે, અન્ય ત્રણ માછીમારો સલામત રીતે કિનારે પહોંચ્યા છે. તેઓએ રાજ્યના મત્સ્યપાલન પ્રધાન એસ અપ્પાલા રાજુને અક્કુપલ્લી ગામમાંથી ફોન કરીને તેમની સલામતી વિશે માહિતી આપી હતી.
કેન્દ્ર તરફથી મદદની ખાતરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રરધાન વાય એસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને ચક્રવાતી તોફાન 'ગુલાબ' ને કારણે સર્જાયેલી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી મદદની ખાતરી આપી હતી. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાન ગુલાબ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરી ગયું છે.
આ પણ વાંચો:શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ કરવાના સેવાયજ્ઞની શરૂઆત
"ગુલાબ" વાવાઝોડુંની અસર શરૂ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાણકારી આપી કે, વાવાઝોડું શરૂ થઇ ગયું છે અને આગામી 3 કલાકમાં કલિંગપટ્ટનમથી 25 કિમી ઉત્તરે કિનારો પાર કરશે. મળતી માહિતી મુજબ, પલાસાના 6 માછીમારો બે દિવસ પહેલા ઓડિશાથી નવી બોટ ખરીદીને તેમના વતન પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ તોફાનમાં સપડાયા હતા. હોડીમાં રહેલા 6 માછીમારોમાંથી એકે ગામમાં ફોન કરીને જાણ કરી કે બોટ તેનું સંતુલન ગુમાવી ચૂકી છે અને 5 લોકો દરિયામાં લાપતા છે. બાદમાં તેનો ફોન પણ બંધ થવા લાગ્યો હતો, જેના કારણે તે પણ ગુમ થઈ ગયો હોવાની આશંકા વધી હતી. જો કે, 3 માછીમારો સલામત રીતે કિનારે તરી આવ્યા હતા. જ્યારે 2 માછીમારો મૃત્યુ પામ્યા હતા. માછીમાર જેણે ગામને જાણ કરવા માટે ફોન કર્યો હતો તે હજી ગુમ છે અને તેના સાથીઓને ડર છે કે તે હોડીમાં ફસાઈ ગયો હશે. ભારતીય નૌકાદળે રવિવારે કહ્યું કે તે ચક્રવાતી તોફાન 'ગુલાબ' થી ઉદ્ભવેલી પરિસ્થિતિની નજીકથી નજર રાખી રહી છે અને તેના જહાજો અને વિમાનો બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ઓલમ્પિક સમાપ્ત થતાં જ જાપાનમાં આવ્યું વાવાઝોડુ, 90 ફ્લાઇટ્સ રદ, ભારે વરસાદની ચેતવણી
મધ્યમથી ભારે વરસાદ શરૂ
રાજ્યના મત્સ્યપાલન પ્રધાન એસ અપ્પાલા રાજુના ધ્યાનમાં આ બાબત આવી ત્યારે તેમણે તરત જ નૌકાદળના અધિકારીઓને માછીમારોની શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા જણાવ્યું હતું. નોંધપાત્ર રીતે ગુલાબ તોફાનના કારણે, આંધ્રપ્રદેશના ત્રણ તટીય જિલ્લાઓ, વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને શ્રીકાકુલમમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. IMD એ કહ્યું કે 'ગુલાબ' તોફાન રવિવારે મધ્યરાત્રિએ ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ દરિયાકાંઠે પસાર થવાની સંભાવના છે.
હાઈ એલર્ટ પર રહેવા અપાયો નિર્દેશ
આંધ્રપ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કમિશનર કે.કન્ના બાબુએ જણાવ્યું હતું કે, ગુલાબ વાવાઝોડું શ્રીકાકુલમ જિલ્લાના કલિંગપટ્ટનમથી લગભગ 85 કિમી દૂર સ્થિત છે અને મધ્યરાત્રિએ ઓડિશાના કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચેના કિનારે ત્રાટકવાની શક્યતા છે. તેમણે વિશાખાપટ્ટનમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને તેમને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.