મોહાલીઃમોહાલી ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને ઇનિંગ અને 222 રને હરાવ્યું(India beat Sri Lanka) છે. પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે, શ્રીલંકા ચા સુધી 120 રનમાં ચાર વિકેટ ગુમાવીને ઇનિંગ્સના માર્જિનથી હારના આરે પહોંચી ગયું હતું. અગાઉ, રવિન્દ્ર જાડેજાની પાંચ વિકેટના કારણે ભારતે પ્રથમ દાવમાં શ્રીલંકાને 174 રનમાં આઉટ કરીને 400 રનની લીડ મેળવી હતી.
ભારતનો ભવ્ય વિજય
ફોલોઓન રમતા શ્રીલંકા મુશ્કેલીમાં મુકાઈ ગયું જ્યારે અશ્વિને પ્રથમ સેશનમાં લાહિરુ તિરિમન્નેને પોતાનો 433મો શિકાર બનાવ્યો હતો. નવો બોલ સંભાળતી વખતે અશ્વિને તિરિમાન્નેને બીજી સ્લિપમાં રોહિતના હાથે કેચ કરાવ્યો હતો. લંચ બાદ અશ્વિને પાથુમ નિસાંકાને ઋષભ પંતના હાથે કેચ આઉટ કરીને 434 વિકેટ પૂરી કરી હતી. આ દરમિયાન મોહમ્મદ શમીએ દિમુથ કરુણારત્ને ને પંતના હાથે કેચ કરાવ્યો હતો જ્યારે રવિન્દ્ર જાડેજાએ ધનંજય ડી સિલ્વાને મેચમાં તેનો છઠ્ઠો શિકાર બનાવ્યો હતો.
જાડેજા બન્યો મેચનો હિરો
નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને ભારતે એક ઇનિંગ્સ અને 222 રનથી મેચ જીતી લીધી. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ હતી અને કેપ્ટન તરીકે રોહિત શર્માની પ્રથમ ટેસ્ટ છે, પરંતુ જાડેજા આમાં હીરો સાબિત થયો, તેણે 13 ઓવરમાં 41 રન આપીને પાંચ વિકેટ ઝડપી. શ્રીલંકાની ટીમ 45 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 20મી વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.