ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1995 Double Murder Case: સુપ્રીમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પટના હાઈકોર્ટનો ચૂકાદો પલટાવી RJD નેતાને દોષિત ઠેરવ્યા

RJD નેતા અને પૂર્વ લોકસભા સાંસદ પ્રભુનાથ સિંહને 1995ના ડબલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 1995માં છપરામાં એક મતદાન મથક પાસે 18 વર્ષીય રાજેન્દ્ર રાય અને 47 વર્ષીય દરોગા રાયની હત્યામાં તે સામેલ હતો.

RJD Leader In Double Murder Case
RJD Leader In Double Murder CaseRJD Leader In Double Murder Case

By

Published : Aug 18, 2023, 3:38 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય (MP) પ્રભુનાથ સિંહને 1995ના ડબલ મર્ડર કેસમાં દોષિત ઠેરવ્યા છે. સર્વોચ્ચ અદાલતે સિંહને નિર્દોષ જાહેર કરવાના પટના હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ વિક્રમ નાથની બેંચે મહારાજગંજના પૂર્વ આરજેડી સાંસદ સિંહને ડબલ મર્ડર કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

પટના હાઈકોર્ટના નિર્ણયને પલટાવ્યો: સર્વોચ્ચ અદાલતે કહ્યું કે માર્ચ 1995માં છપરામાં એક મતદાન મથક પાસે 18 વર્ષીય રાજેન્દ્ર રાય અને 47 વર્ષીય દરોગા રાયની હત્યામાં તે સામેલ હતો તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2008માં પટના કોર્ટે પુરાવાના અભાવે પ્રભુનાથ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. 2012માં પટના હાઈકોર્ટે તેમના આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. રાજેન્દ્ર રાયના ભાઈએ સિંઘની મુક્તિને પડકારતી સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી, જેની સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો.

મતદાન ન કરવા બદલ હત્યા: રાજેન્દ્ર રાય અને દરોગા રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કારણ કે તેઓએ મત ​​આપ્યો ન હતો. પ્રભુનાથ સિંઘની સલાહ મુજબ મૃતકના સંબંધીઓએ સાક્ષીઓને ધમકાવીને પ્રભાવિત કર્યાનો આક્ષેપ કર્યા હતો. જે બાદ હાઈકોર્ટે કેસને છાપરામાં ટ્રાન્સફર કર્યો હતો.

પ્રભુનાથ સિંહને આજીવન કેદ: 2017માં એક ટ્રાયલ કોર્ટે તેમને 1995માં ધારાસભ્ય અશોક સિંહની હત્યાના કેસમાં દોષી ઠેરવ્યા હતા. પ્રભુનાથ સિંહે ચૂંટણીના 90 દિવસમાં તેમને ખતમ કરવાની ધમકી આપી હતી. અશોક સિંહે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રભુનાથ સિંહને હરાવ્યા હતા. આ કેસમાં પ્રભુનાથ સિંહ આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

  1. NIA raids Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં NIAના દરોડા, 2 ઓવરગ્રાઉન્ડ સંદિગ્ધની ધરપકડ
  2. President Launches INS Vindhyagiri : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ INS વિંધ્યાગિરીનું લોન્ચિંગ કર્યું, કહ્યું- તે આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે

ABOUT THE AUTHOR

...view details