- છેલ્લા 24 કલાકમાં કુલ 2,10,121 સેમ્પલોની ચકાસણી કરાઈ
- સરકાર દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા ઝડપી કાર્યવાહી શરૂ
- અમદાવાદથી 25 હજાર રેમડેસીવીર ઈન્જેક્શન મંગાવવામાં આવ્યા
લખનઉ (ઉત્તર પ્રદેશ): કોરોના વાયરસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. રોજ નવા હજારો દર્દીઓ નોંધાતા રાજધાની લખનઉની હોસ્પિટલો પણ ભરાવવા લાગ્યા છે. ગંભીર દર્દીઓને વેન્ટિલેટર પણ મળી રહ્યા નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1980 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે 27 હજારથી વધુ વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
એક દિવસ અગાઉ જ નોંધાયા હતા 20,510 દર્દીઓ
રાજ્યમાં બુધવારે કુલ 2,10,121 સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 90 હજારથી વધારે RT-PCR ટેસ્ટ હતા. એક દિવસ અગાઉ કોરોનાના 20,510 નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યાર બાદ રાજ્યમાં કોરોનાના 1,11,835 એક્ટિવ કેસ થઈ ગયા હતા. જે પૈકી 97,190 દર્દીઓ હોમ આઈસોલેશનમાં અને 1648 દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યપ્રધાને અમદાવાદથી 25 હજાર રેમડેસીવીર ઈન્જેક્શન હવાઈ માર્ગે મંગાવી દીધા છે.
આ પણ વાંચો:UPમાં યોગી આદિત્યનાથની ટીમ દ્વારા કોરોનાને હરાવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ
ગામડાઓમાં બની રહ્યા છે ક્વોરન્ટાઈન સેન્ટર
કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક પ્રશાસન દ્વારા ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં ક્વોરન્ટાઈન સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રવાસીઓને રાખવામાં આવશે. સેન્ટરોમાં પાયાની સુવિધાઓની સાથે સાથે ખાવા-પીવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જિલ્લા પ્રમાણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જે જિલ્લા બહારથી આવતા લોકોને આ ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહેવા અને ખાવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
97 લાખથી વધારે લોકોએ મેળવી વેક્સિન
હાલમાં ચાલી રહેલા વેક્સિનેશનના મહાઅભિયાનમાં 45 વર્ષથી વધારે વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 83,49,009 લોકોને વેક્સિનનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો છે. જે પૈકી 13,93,075 લોકોએ વેક્સિનનો બીજો ડૉઝ પણ મેળવી લીધો છે. અત્યાર સુધી કુલ 97,42,084 લોકો વેક્સિન લઈ ચૂક્યાં છે.
આ પણ વાંચો:UP કોરોના અપડેટ: કોરોનાના 664 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત
ઉત્તર પ્રદેશમાં કોરોના સારવાર અંગે સરકારના કેટલાક નિર્ણયો
- ખાનગી હોસ્પિટલોએ કોવિડ-19ની સારવાર માટેના દર નોટિસ બોર્ડ પર લગાવવાના રહેશે.
- ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે 700 રૂપિયા ચૂકવવાના રહેશે.
- ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાના કિસ્સામાં દર્દીઓએ 900 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.
- હોસ્પિટલો અંગે કોઈ પણ ફરિયાદ હોય તો હેલ્પલાઈન 18001805145 પર સંપર્ક કરી શકાશે.
- 12 એપ્રિલના રોજ 5 લાખ 8 હજારથી વધારો લોકોને વેક્સિન આપવામાં આવી હતી.