જોધપુર: રાજસ્થાનમાં જોધપુરના શેરગઢના ભૂંગરામાં ગુરુવારે થયેલા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.(jodhpur cylinder blast) સોમવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં અત્યાર સુધીમાં 18 વ્યક્તિઓના મોત થયા છે.(18 death in Jodhpur cylinder blast) જ્યારે 34 ઘાયલોની સારવાર ચાલી રહી છે. હજુ પણ 5 ઘાયલ છે જેમની હાલત ગંભીર છે.
જોધપુર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 18 લોકોના મોત - સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 18 લોકોના મોત
રાજસ્થાનમાં જોધપુરના શેરગઢના ભૂંગરામાં ગુરુવારે થયેલા સિલિન્ડર બ્લાસ્ટ થયો(jodhpur cylinder blast) હતો. જેમાં અત્યાર સુધીમાં 18 વ્યક્તિઓના મોત થયા છે. (18 death in Jodhpur cylinder blast) મૃતકોમાં વરરાજાની માતાનો પણ સમાવેશ થાય છે. હાલ હોસ્પિટલમાં 5 ઘાયલોની હાલત નાજુક છે. ગુરુવારે સગત સિંહના પુત્ર સુરેન્દ્ર સિંહનું સરઘસ શેરગઢના ભૂંગરા ગામ માટે નીકળવાનું હતું. તે જ સમયે લીકેજ થતા ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.
શરણાઈઓની જગ્યાએ શોકનો માહોલ:મૃતકોમાં વરરાજાની માતાનો પણ સમાવેશ થાય છે. ઘણા ઘાયલ હજુ પણ હોસ્પિટલના ICUમાં દાખલ છે. સોમવારે એકસાથે આટલા મૃત્યુએ લોકોને હચમચાવી દીધા છે. સારવાર લઈ રહેલા દર્દીઓના સગાંઓ ભયભીત થઈ ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે, ગુરુવારે સગત સિંહના પુત્ર સુરેન્દ્ર સિંહનું સરઘસ શેરગઢના ભૂંગરા ગામ માટે નીકળવાનું હતું. તે જ સમયે લીકેજ થતા ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ઘરના ચોગાનમાં વરરાજાની આસપાસ પરિવારની મહિલાઓ અને બાળકો હતા, જેઓ આગની લપેટમાં આવી ગયા હતા. જ્યાંથી વરઘોડો નીકળવાનો હતો તે શેરી-મહોલ્લામાંથી એક પછી એક અર્થીઓ નીકળી રહી છે. જે ઘરમાં શહેનાઈ ગુંજી રહી હતી તે ઘરમાં શોકનો માહોલ છે. આ નજારો લોકોને એ દર્દનાક અકસ્માતની સતત યાદ અપાવે છે. સિલિન્ડર બ્લાસ્ટથી ફેલાયેલી આગે 52 લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા. જેમને સારવાર માટે જોધપુર રીફર કરાયા હતા.
34 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ: મંગળવારે નવ વર્ષીય લોકેન્દ્ર સિંહ અને તેની માતા જસ્સુ કંવર (30)નું અવસાન થયું હતું. આ સિવાય 40 વર્ષીય કિરણ કંવર, 50 વર્ષીય ધાપુ કંવર, વરરાજાની માતા, 70 વર્ષીય જમના કંવર અને 40 વર્ષીય ગવરી દેવીનું મૃત્યુ થયું હતું. ઘણા ઘાયલ હજુ પણ હોસ્પિટલના ICUમાં દાખલ છે. સોમવારે એકસાથે આટલા મૃત્યુએ લોકોને હચમચાવી દીધા છે. સારવાર લઈ રહેલા દર્દીઓના સગાંઓ ભયભીત થઈ ગયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 18ના મોત થયા છે. જ્યારે 34 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.