ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ એરપોર્ટ પરથી 80 કરોડની કિંમતનું 16 કિલો હેરોઈન ઝડપાયું, એકની ધરપકડ

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai airport ) પર ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 16 કિલો (mumbai airport seized 16 kg drugs ) ઉચ્ચ ગુણવત્તાની હેરોઈન જપ્ત કરી હતી. બજારમાં તેની કિંમત રૂ. 80 કરોડથી વધુ હોવાની માહિતી મળી રહી છે.

મુંબઈ એરપોર્ટ પરથી 80 કરોડની કિંમતનું 16 કિલો હેરોઈન ઝડપાયું, એકની ધરપકડ
મુંબઈ એરપોર્ટ પરથી 80 કરોડની કિંમતનું 16 કિલો હેરોઈન ઝડપાયું, એકની ધરપકડ

By

Published : Oct 6, 2022, 3:46 PM IST

મુંબઈDRIએ મુંબઈ એરપોર્ટપરથી 80 કરોડની કિંમતનું 16 કિલો હેરોઈનi (airport seized 16 kg drugs ) જપ્ત કર્યુ છે જેમાં એકની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલી ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 80 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

એક વ્યક્તિની ધરપકડડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સસાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેની સાથે 16 કિલો ઉચ્ચ ગુણવત્તાની હેરોઈન ડ્રગ્સ પણ મળી આવી હતી. DRIએ બુધવારે આ જાણકારી આપી. ડીઆરઆઈએ કહ્યું કે જપ્ત કરાયેલી ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 80 કરોડ(Drugs 80 crores seized airport) રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

આરોપીની ઓળખાણ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ કેરળની રહેવાસી બીનુ જ્હોન તરીકે થઈ છે. ડીઆરઆઈ દ્વારા મળેલી માહિતીના આધારે, આરોપી એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેની અટકાયત કરવામાં આવી હતી, તેની તલાશી લેવામાં આવી હતી અને તેના સામાનની તપાસ કરવામાં આવી હતી.

સંપૂર્ણ તપાસ તેના સામાનની તપાસ કરતાં તે સમયે કંઈ મળ્યું ન હતું, ત્યારે જ તેની ટ્રોલી બેગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને નકલી પોલાણમાં ડ્રગ્સ મળી આવી હતી. ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ (airport one man arrested) કરી હતી.

ડ્રગ્સની દાણચોરીઆરોપી ડ્રગ્સની દાણચોરી ડ્રગ્સ સ્મગલર જ્હોને ડીઆરઆઈને જણાવ્યું હતું કે એક વિદેશી નાગરિકે તેને ભારત લઈ જવા માટે કમિશન તરીકે એક હજાર યુએસ ડોલર આપ્યા હતા, આરોપીએ અન્ય સહયોગીઓના નામ પણ આપ્યા હતા, ડીઆરઆઈ હવે આ નામોની તપાસ કરી રહી છે, ડીઆરઆઈ હવે તે પણ શોધી રહ્યું છે. શું જ્હોન અગાઉ પણ ભારતમાં ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હતો.

ABOUT THE AUTHOR

...view details