નવી દિલ્હીઃભારત અને ચીન વચ્ચે LAC વિવાદ પર 15મો રાઉન્ડ યોજાઈ (india china lac dispute) રહ્યો છે. બંને પક્ષો વચ્ચે સવારે 10 વાગ્યે ચુશુલ મોલ્ડો (CHUSHUL MOLDO MEETING) ખાતે વાતચીત શરૂ (India China Corps Commander level talks) થઈ હતી. બંને પક્ષો વચ્ચે વાતચીતનો 14મો રાઉન્ડ એક મહિના પહેલા યોજાયો હતો.
આ પણ વાંચો:ચીન અને ભારત વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનની ભૂમિકા કેવી છે?
અત્યાર સુધીમાં 14 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે
ભારત અને ચીન પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં સ્ટેન્ડઓફને ઉકેલવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વાતચીત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 14 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. અત્યાર સુધીની વાતચીતના પરિણામે, પેંગોંગ સો (ઝીલ), ગલવાન અને ગોગરા ગરમ પાણીના ઝરણા વિસ્તારોના ઉત્તર અને દક્ષિણ કાંઠાના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. જો કે, આ વર્ષે 12 જાન્યુઆરીએ યોજાયેલી 14માં રાઉન્ડની વાતચીતમાં કોઈ નવી સફળતા મળી નથી. બંને પક્ષો હવે સંતુલન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તાજેતરના દિવસોમાં, બંને પક્ષો તરફથી સકારાત્મક નિવેદનો આવ્યા હતા, જે આ વાતચીતમાં વધુ સારા પરિણામો આપે તેવી અપેક્ષા છે.
વાતચીતનો 14મો રાઉન્ડ 13 કલાક ચાલ્યો હતો
પેંગોંગ ત્સો લેક વિસ્તારમાં હિંસક અથડામણ પછી, 5 મે 2020 ના રોજ પૂર્વી લદ્દાખમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે સરહદે અથડામણ શરૂ થઈ હતી. બંને પક્ષોએ ધીરે ધીરે હજારો સૈનિકો તેમજ ભારે લશ્કરી સાધનો તૈનાત કર્યા. અગાઉ જાન્યુઆરી 2022માં ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 14મી મંત્રણા લગભગ 13 કલાક ચાલી હતી. ચુશુલ-મોલ્ડોમાં શરૂ થયેલી મીટિંગ 12 જાન્યુઆરીની રાત્રે લગભગ 10:30 વાગ્યે પૂરી થઈ. ભારતનું પ્રતિનિધિત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિન્દ્ય સેનગુપ્તાએ કર્યું હતું.
ભારત અને ચીન વચ્ચે LAC પર વિવાદ
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિવાદ ચાલી રહ્યો છે. LAC એવો વિસ્તાર છે જ્યાં અત્યાર સુધી વિસ્તારને બે દેશો વચ્ચે કોઈપણ રીતે વહેંચવામાં આવ્યો નથી, જેમ કે ભારત અને ચીન વચ્ચે. ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા લગભગ 3,488 કિમી છે, જ્યારે ચીનનું માનવું છે કે, આ બસ માત્ર 2,000 કિમી સુધીની છે. આ સરહદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે.
આ પણ વાંચો:ગલવાન ઘાટી વિવાદ પર ફિલ્મ બનશે, 20 ભારતીય શહીદ જવાનોના બલિદાનની કહાની
2020માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ
એક હકીકત એ પણ છે કે, 1962ના ભારત-ચીન યુદ્ધને 58 વર્ષ વીતી ગયા છે, પરંતુ અક્સાઈ ચીન અને લદ્દાખમાં કોઈ સ્પષ્ટ સીમાંકન નથી. મે, 2020માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી, પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે અણધારી રીતે તણાવ વધી ગયો હતો. ગલવાન હિંસા પછી ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓએ LAC પર ગતિરોધના મુદ્દા પર ઘણા રાઉન્ડની વાતચીત કરી છે. બંને દેશો એકબીજાને પોતપોતાના વિસ્તારમાં રહેવાની સૂચના આપી રહ્યા છે.
20 ભારતીય જવાનો શહીદ થયા હતા
ગલવાન ઘાટીમાં પેંગોગ ત્સો તળાવ પાસે હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ચીનના 40 થી વધુ સૈનિકો પણ માર્યા ગયા હતા. પેંગોંગ ત્સો વિસ્તારમાં 5 મેની સાંજે ભારત અને ચીનના લગભગ 250 સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પેંગોંગ ત્સોની આજુબાજુના ફિંગર ક્ષેત્રમાં ભારત દ્વારા એક મહત્વપૂર્ણ રસ્તાના નિર્માણ અને ગાલવાન ખીણમાં ડાર્બુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડીને જોડતા અન્ય મહત્વપૂર્ણ રસ્તાના નિર્માણ સામે ચીનનો સખત વિરોધ, સંઘર્ષ તરફ દોરી ગયો.
ભારત પશ્ચિમ ક્ષેત્રમાં અક્સાઈ ચીન પર દાવો કરે છે
ભારતના પૂર્વ ભાગમાં, ચીન એલએસી અને 1914ની મેકમોહન લાઇનના સંબંધમાં પરિસ્થિતિમાં અવરોધ ઉભો કરી રહ્યું છે, ચીન અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પર અવારનવાર પોતાનો અધિકાર દાખવે છે, તે જ રીતે ઉત્તરાખંડના બદાહોતી મેદાનોની જમીન. ચીન આ ભાગ અંગે વિવાદ ચાલુ રાખે છે, જ્યારે ભારત પશ્ચિમ ક્ષેત્રમાં અક્સાઈ ચીન પર દાવો કરે છે, જે હાલમાં ચીનના નિયંત્રણ હેઠળ છે.