ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવા કૃષિ કાયદાના વિરોધમાં 15 વિપક્ષી દળોએ સંસદની વિજય ચોક સુધી પગપાળા માર્ચ યોજી - નવા કૃષિ કાયદાના વિરોધ

સંસદમાં છેલ્લા ઘણા સમયથી વિપક્ષ સરકારનો વિરોધ કરી હોબાળો કરી રહ્યું છે. ત્યારે વિપક્ષ હવે કેન્દ્ર સરકાર (Central Government)નો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં 15 વિપક્ષી દળોના નેતાઓએ સંસદથી વિજય ચોક સુધી પગપાળા માર્ચ યોજી હતી.

નવા કૃષિ કાયદાના વિરોધમાં 15 વિપક્ષી દળોએ સંસદની વિજય ચોક સુધી પગપાળા માર્ચ યોજી
નવા કૃષિ કાયદાના વિરોધમાં 15 વિપક્ષી દળોએ સંસદની વિજય ચોક સુધી પગપાળા માર્ચ યોજી

By

Published : Aug 12, 2021, 2:08 PM IST

  • વિપક્ષ હવે કેન્દ્ર સરકાર (Central Government)નો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યું
  • નવા કૃષિ કાયદા (New agricultural laws)ના વિરોધમાં 15 વિપક્ષી દળોએ કર્યો વિરોધ
  • વિપક્ષી દળોએ સંસદથી વિજય ચોક સુધી પગપાળા માર્ચ યોજી

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં (Opposition to new agricultural laws) વિપક્ષી દળોએ કેેન્દ્ર સરકાર (Central Government) સામે બાંયો ચડાવી છે. 15 વિપક્ષી દળોના નેતાઓએ આજે સંસદથી વિજય ચોક સુધી પગપાળા માર્ચ કરી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ વિપક્ષની પગપાળા માર્ચમાં સામેલ થયા હતા. તે દરમિયાન તમામ નેતાઓના હાથમાં પોસ્ટર-બેનર્સ હતા. આ બેનર પર 'હમ કિસાન વિરોધી કાલે કાનૂનોને નિરસ્ત કરને કી માગ કરતે હૈ' એવું લખવામાં આવ્યું હતું. વિપક્ષી નેતાઓએ 'જાસુસી બંધ કરો', 'કાલે કાનૂન વાપસ લો' અને 'લોકતંત્ર કી હત્યા બંધ કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. સંસદ પરિસરમાં ગાંધી સ્ટેચ્યૂ પાસે પગપાળા માર્ચ યોજવામાં આવી હતી.

આ પણ વાંચોઃલોકસભામાં હંગામો વચ્ચે 127 મો બંધારણ સુધારો બિલ રજૂ કરાયુ, વિપક્ષે કહ્યું - લોકશાહીની હત્યા

ગૃહમાં લોકતંત્રની હત્યા થઈ છેઃ રાહુલ ગાંધી

આ પ્રસંગ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંસદમાં વિપક્ષને વાત કરવાની તક આપવામાં નથી આવી. ગૃહમાં લોકતંત્રની હત્યા થઈ છે. જનતાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. દેશની 60 ટકા જનતાનો અવાજ નથી સાંભળવામાં આવી. અમે સરકારને પેગાસસ પર ચર્ચા કરવાનું કહ્યું હતું, પરંતુ સરકારે પેગાસસ પર ચર્ચા કરવાથી ઈનકાર કરી દીધો હતો. અમે સંસદની બહાર ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમે આજે અહીં તમને (મીડિયા)ને વાત કરવા આવ્યા છીએ. કારણ કે, અમને સંસદની અંદર બોલવા નથી દેવાયા. આ દેશના લોકતંત્રની હત્યા છે.

આ પણ વાંચોઃMonsoon Session: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM Modi પણ રહ્યા ઉપસ્થિત

અમે સરકાર સામે લડતા રહીશુંઃ સંજય રાઉત

તો શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena MP Sanjay Raut) જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોમાં રાજ્યસભામાં માર્શલ લૉ લગાવવામાં આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, અમે પાકિસ્તાનની સીમા પર ઉભા હતા. સરકાર દરેક દિવસ લોકતંત્રની હત્યા કરી રહી છે. અમે સરકાર સામે લડતા રહીશું. આ પહેલા વિપક્ષી નેતાઓની બેઠકમાં ખડગે, રાહુલ ગાંધી (Rahul Gandhi), લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Congress leader in the Lok Sabha Adhir Ranjan Chaudhary), કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ (Senior Congress leader Jairam Ramesh) અને આનંદ શર્મા (Anand Sharma), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર (Nationalist Congress Party President Sharad Pawar), સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ (Senior Samajwadi Party leader Ramgopal Yadav), દ્રમુકના ટી. આર. બાલુ (DMK's T. R. Balu), રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા (Manoj Jha of Rashtriya Janata Dal) અને અનેક વિપક્ષી દળોના નેતા સામેલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details