ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં 14 પ્રાઈવેટ હોસ્પિટલો હવે કોરોનાના 3553 દર્દીઓને સારવાર આપશે - દિલ્લીનું સરકારી કોરોના હોસ્પિટલ

કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાને લઈને દિલ્હી સરકારે 14 મોટા પ્રાઈવેટ હોસ્પિટલોને સંપૂર્ણ રીતે કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, તેના કારણે નોન-કોવિડ દર્દીઓને હાલાકી પડતી હોવાથી આદેશમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ 14 હોસ્પિટલોમાં 3553 બેડ પર કોરોનાની સારવાર આપવામાં આવશે.

દિલ્હીમાં 14 પ્રાઈવેટ હોસ્પિટલો હવે કોરોનાના 3553 દર્દીઓને સારવાર આપશે
દિલ્હીમાં 14 પ્રાઈવેટ હોસ્પિટલો હવે કોરોનાના 3553 દર્દીઓને સારવાર આપશે

By

Published : Apr 15, 2021, 3:36 PM IST

Updated : Apr 15, 2021, 5:07 PM IST

  • અગાઉ સરકારે 14 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવી હતી
  • આ હોસ્પિટલોમાં હવે માત્ર 3557 બેડ પર કોરોનાની સારવાર અપાશે
  • હોસ્પિટલોને નોન-કોવિડ દર્દીઓની સારવાર માટે બેડ વધારવા છૂટ અપાઈ

નવી દિલ્હી: 12 એપ્રિલના રોજ સરકારે 14 મોટા પ્રાઈવેટ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવાનો આદેશ કર્યો હતો. આ આદેશમાં હોસ્પિટલ્સને પોતાના તમામ બેડ માત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રિઝર્વ રાખવાનું કહેવાયું હતું. જેના કારણે નોન-કોવિડ દર્દીઓને હાલાકી પડતી હોવાથી દિલ્હી સરકારે પોતાના આદેશમાં ફેરફાર કર્યા છે.

આ પણ વાંચો:દિલ્હીમાં વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય

હવે માત્ર 3553 બેડ્સ પર થશે કોરોનાનો ઈલાજ

આદેશમાં જણાવ્યા પ્રમાણે, 14 હોસ્પિટલો પાસે કુલ 4337 બેડ્સ ઉપલબ્ધ છે. જે પૈકી 3553 બેડ્સ કોરોના સંક્રમિત દર્દીઓ માટે રિઝર્વ રહેશે અને 784 બેડ્સ પર તેમની ફોલો-અપ ટ્રીટમેન્ટ ચાલું રહેશે. કોરોના સિવાયના દર્દીઓની સારવાર માટે બેડ વધારવા માટે આ હોસ્પિટલોને છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો:દિલ્હી હાઇકોર્ટ : કેદીઓની પરિવાર સાથેની બેઠકોમાં વધારો કરી શકાય

કોરોના સિવાયના દર્દીઓ માટે બેડ વધારવાની છૂટ

દિલ્હી સરકારે કરેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, આ 14 પ્રાઈવેટ હોસ્પિટલો ઈચ્છે તો પોતાના કુલ બેડની ક્ષમતાના 35 ટકા બેડ નોન-કોવિડ દર્દીઓની સારવાર માટે વધારી શકે છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને 14 પ્રાઈવેટ હોસ્પિટલોના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણપણે કોવિડ હોસ્પિટલ બનાવી દેતા તેઓ નાખુશ હતા અને ચાહતા હતા કે, કેટલાક બેડ્સ પર નોન-કોવિડ દર્દીઓની સારવાર પણ થાય.

Last Updated : Apr 15, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details