- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 14,000ની નીચે નોંધાયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,596 કેસ નોંધાયા છે
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19,582 દર્દી સાજા થયા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ (Corona Cases) સતત ઘટી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Central Health Ministry) સોમવારે આંકડા જાહેર કર્યા છે, જે મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,000થી ઓછા કેસ (Corona Cases) નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યાનુસાર, છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કોરોનાના કેસ (Corona Cases) નોંધાયા છે અને 166 કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે. 19,582 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે, 6,152 સક્રિય કેસ ઓછા થયા છે. જ્યારે નવા કેસ 230 દિવસોમાં સૌથી ઓછા છે.
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 3,40,81,000 લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4,52,290 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તો અત્યાર સુધી 3,34,39,000 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 2 લાખથી ઓછી થઈ ગઈ છે. જ્યારે કુલ 1,89,694 લોકો હજી પણ કોરોનાથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસ- 3,40,81,315
કુલ સાજા- 3,34,39,331
કુલ સક્રિય કેસ- 1,89,694