નવી દિલ્હી: પંજાબનો એક 13 વર્ષનો છોકરો તેના મનપસંદ યુટ્યુબર નિશ્ચય મલ્હાનને મળવા માટે તેના વર્ગમાંથી નીકળી ગયો હતો અને લગભગ 300 કિમીનું અંતર સાઇકલ ચલાવીનેદિલ્હી પહોંચ્યો હતો. આ માહિતી અધિકારીઓએ આપી હતી. (13 year boy come delhi to meet youtuber)ત્રણ દિવસ પછી, શુક્રવારે, દિલ્હી પોલીસે તેને પીતમપુરાના એક પાર્કમાં શોધી કાઢ્યો હતો, જ્યાં મલ્હાનનું ઘર છે, અને તેને પટિયાલામાં તેના પરિવાર સાથે ફરી મળાવ્યો હતો.
છોકરો 300 કિમી સાઇકલ ચલાવીને યુટ્યુબરને મળવા દિલ્હી પહોંચ્યો - નવી દિલ્હી
પંજાબનો એક 13 વર્ષનો છોકરો તેના મનપસંદ યુટ્યુબરને મળવા માટે લગભગ 300 કિમીનું અંતર સાઇકલ ચલાવીને દિલ્હી પહોંચ્યો હતો.(13 year boy come delhi to meet youtuber) પરિવારે પુત્ર ગુમ થયાની ફરીયાદ પટિયાલામાં નોંધાવી હતી.
માતા-પિતાએ ફરિયાદ નોંધાવી:4 ઓક્ટોબરે છોકરો ગુમ થયા બાદ તેના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતુ કે, "આ કેસ પટિયાલામાં નોંધવામાં આવ્યો હતો અને અહીંના મૌર્ય એન્ક્લેવ પોલીસ સ્ટેશનના અધિકારીઓને છોકરા વિશે માહિતી મળી હતી."
વોટ્સએપ ગ્રુપ પર માહિતી ફેલાવી:પોલીસે છોકરા વિશે વિસ્તારના તમામ રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનના વોટ્સએપ ગ્રુપ પર માહિતી ફેલાવી હતી. અધિકારીએ કહ્યું હતુ કે, "છેવટે, અમને એક સીસીટીવી ફૂટેજ મળ્યું હતુ, જેમાં તે મલ્હાનના ઘર પાસે સાયકલ પર જોવા મળ્યો હતો." પોલીસની એક ટીમે તેને ફોલો કર્યો હતો અને તેને પિતામપુરાના જિલ્લા ઉદ્યાનમાં શોધી કાઢ્યો હતો. શુક્રવારે સાંજે 5 વાગ્યે પોલીસે છોકરાને તેમના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી.