ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કઇક આવું છે કારણ, સરકારો તમાકુની ખેતી અને પ્રોસેસિંગ પર પ્રતિબંધ કેમ નથી મૂકતી?

એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 275 મિલિયન લોકો તમાકુનું સેવન કરે છે. દર વર્ષે લગભગ 5 લાખ લોકો મોઢાના કેન્સરનો ભોગ બને છે. સરેરાશ 1.3 મિલિયન ભારતીયો તમાકુ સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. તેની સારવારમાં દેશના અબજો રૂપિયા ખર્ચાય છે. દેશના તમામ રાજ્યોમાં ગુટખા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ સરકાર પોતે તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ (ban on tobacco product) કેમ નથી મૂકતી? વાંચો આ અહેવાલમાં...

ભારતમાં આના કારણે 13 લાખ લોકોના મોત: સરકાર તમાકુની પ્રોડક્ટ પર પ્રતિબંધ કેમ નથી લગાવતી?
ભારતમાં આના કારણે 13 લાખ લોકોના મોત: સરકાર તમાકુની પ્રોડક્ટ પર પ્રતિબંધ કેમ નથી લગાવતી?

By

Published : Oct 30, 2021, 10:30 AM IST

  • સરકારો તમાકુની ખેતી અને પ્રોસેસિંગ પર પ્રતિબંધ કેમ નથી મૂકતી?
  • ભારતમાં મોઢાના કેન્સરની સંખ્યા સૌથી વધુ
  • તમાકુ ઉત્પાદનોનો વપરાશ ત્યારે જ ઘટશે જ્યારે લોકો પોતે તેનાથી દૂર રહેશે

ન્યુઝ ડેસ્ક: મુંબઈમાં શાહિદ આઝમી હત્યા કેસમાં એક સાક્ષી પાન મસાલાનું સેવન કરીને કોર્ટમાં આવ્યો હતો. જ્યારે વકીલોએ તેની ઉલટ તપાસ શરૂ કરી તો તે સ્પષ્ટપણે બોલી શક્યો નહીં. આ ઘટનાથી નારાજ થઈને કોર્ટે સાક્ષી પર સો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અગાઉ આવી ઘટના ઓગસ્ટ 2020માં જોવા મળી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન વકીલોએ ગુટખા સાથે દલીલ કરવાનું શરૂ કર્યું હતું, જેના પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દેશના ખૂણે-ખૂણે દિવાલો પર પાન મસાલા, ગુટખા અને સોપારીની પિચકારી દેખાય છે.

પ્રોહિબિશન એક્ટ 2011 હેઠળ ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

પાન-મસાલા અને ગુટખાનો વપરાશ એવો છે કે, ફેડરલ ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેશન (પ્રોહિબિશન) એક્ટ 2011 હેઠળ દેશના 28 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ છે. સત્ય એ છે કે, ભારતમાં પાન મસાલાનું બજાર 2020માં રૂ. 45,585 કરોડના મૂલ્યે પહોંચી ગયું હતું. આગામી 5 વર્ષમાં તે 75,000 કરોડનો આંકડો પાર કરી શકે છે. દુકાનોમાં પાન મસાલા અને તમાકુના કોમ્બો પેકમાં ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે.

ભારતમાં 15થી 24 વર્ષની વય જૂથના 20 મિલિયન યુવાનો ધૂમ્રપાન કરે છે

ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા અનુસાર, 2016-17 સુધી ભારતમાં પુખ્ત વસ્તીના 29 ટકા લોકો તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરતા હતા. તેમાંથી લગભગ 200 મિલિયન લોકો દ્વારા ધૂમ્રપાન રહિત તમાકુ એટલે કે ખૈની, ગુટખા, સોપારી જેવા ઉત્પાદનો ચાવવામાં આવે છે. જો કે તમાકુના વપરાશમાં સૌથી મોટો હિસ્સો સિગારેટનો છે. લેન્સેટ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 'ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ' ભારતમાં 15થી 24 વર્ષની વય જૂથના 20 મિલિયન યુવાનો ધૂમ્રપાન કરે છે.

ગુટખા અને ખૈનીથી કેન્સરને કારણે 90 હજાર લોકોના મોત

BMC મેડિસિન રિસર્ચ જર્નલ અનુસાર, ભારતમાં ધુમાડા વગરના તમાકુના ઉપયોગથી થતા રોગોના 70 ટકા દર્દીઓ છે. પાકિસ્તાન 7 ટકા અને બાંગ્લાદેશ 5 ટકા યોગદાન આપે છે. 2017માં ધુમાડા વગરના તમાકુ એટલે કે ગુટખા અને ખૈનીથી મોઢા અને ગળાના કેન્સરને કારણે 90 હજાર લોકોના મોત થયા હતા. આ સિવાય હૃદય રોગને કારણે 2,58,000 લોકોના મોત થયા છે. REACT (રિસર્ચ એક્શન ફોર ટોબેકો કંટ્રોલ) અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 1.3 મિલિયન લોકો તમાકુથી થતા રોગોને કારણે મૃત્યુ પામે છે. લગભગ 40 ટકા મોઢાના કેન્સરનું કારણ ધુમાડા વગરના તમાકુ (smokeless tobacco)નો ઉપયોગ છે.

ભારતમાં મોઢાના કેન્સરની સંખ્યા સૌથી વધુ

ટાટા મેમોરિયલ સેન્ટરના ડિરેક્ટર આર.એ. બુડવેના જણાવ્યા અનુસાર, ભારતમાં મોઢાના કેન્સરની સંખ્યા સૌથી વધુ છે. વર્ષ 2020માં વિશ્વમાં કેન્સરના કુલ કેસોમાંથી ત્રીજા ભાગના કેસ ભારતમાં હતા. ભારતે 2020માં મોઢાના કેન્સરની સારવારમાં રૂ. 2,386 કરોડનો ખર્ચ કર્યો હતો. આ આંકડા સરકાર અને વીમા કંપનીના ખર્ચમાંથી જાણવા મળ્યા છે. આ સિવાય બીમાર વ્યક્તિના સ્વજનો દ્વારા વ્યક્તિગત રીતે ખર્ચવામાં આવેલી રકમનો ડેટા ઉપલબ્ધ નથી.

સરકારો તમાકુની ખેતી અને પ્રોસેસિંગ પર પ્રતિબંધ કેમ નથી મૂકતી?

આરોગ્ય અભ્યાસમાં એ વાત સામે આવી છે કે તમાકુના ઉપયોગથી ગંભીર રોગો થાય છે તો સરકારો તેની ખેતી અને પ્રોસેસિંગ પર પ્રતિબંધ (ban on tobacco product) કેમ નથી મૂકતી? ભારતમાં લગભગ 4.57 કરોડ લોકો તમાકુ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ સિવાય દેશમાં લગભગ 60 લાખ ખેડૂતો તમાકુની ખેતી કરે છે. જેના કારણે લગભગ બે કરોડ ખેતમજૂરોની રોજીરોટી ચાલે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તમાકુ ઉત્પાદક અને નિકાસકાર છે. નાણાકીય વર્ષ 2020માં તમાકુ અને તમાકુ ઉત્પાદનોની કુલ નિકાસUS$ 904.87 મિલિયન રહી હતી. 2020માં વૈશ્વિક તમાકુ બજારનું કદ USD 932.11 બિલિયન હતું અને 2021માં USD 949.82 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે.

આ પણ વાંચો:જૂનાગઢ પોલીસની સફળતા, અઢી લાખના પાન મસાલા બનાવવાનો જથ્થો ઝડપ્યો

તમાકુ ઉત્પાદનોના ઉપયોગ માટે વય મર્યાદામાં વધારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકાર સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોના ઉપયોગ માટે વય મર્યાદા 18થી વધારીને 21 વર્ષ કરવા જઈ રહી છે. આ માટે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરાત-વેપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણ પર પ્રતિબંધ) સુધારા અધિનિયમ 2020નો ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સરકાર સિગારેટ પર મૂલ્યના લગભગ 52.7 ટકા, બીડી પર 22 ટકા અને અન્ય તમાકુ ઉત્પાદનો પર 63.8 ટકા ટેક્સ વસૂલે છે. જાહેર આરોગ્ય જૂથો અને WHO એ વપરાશકર્તાઓની સંખ્યા ઘટાડવા માટે તમાકુ ઉત્પાદનો પર 75 ટકા ટેક્સની ભલામણ કરી છે. પરંતુ સત્ય એ છે કે તમાકુ ઉત્પાદનોનો વપરાશ ત્યારે જ ઘટશે જ્યારે લોકો પોતે તેનાથી દૂર રહેશે.

આ પણ વાંચો:જૂનાગઢમાં તમાકુ વગર લોકો આકુળ-વ્યાકુળ: તમાકુ વેપારી

ABOUT THE AUTHOR

...view details