- ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 12માં રાઉન્ડની વાતચીત
- સાંજે 7:30 વાગ્યે બેઠક સમાપ્ત થઈ
- સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 12માં રાઉન્ડની વાતચીત વાસ્તવિક નિયંત્રણ રેખાની ચીની પક્ષના ઓલ્ડીમાં થઈ હતી. સાંજે 7:30 વાગ્યે બેઠક સમાપ્ત થઈ. સેનાના સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર અનુસાર, નવ કલાક સુધી ચાલેલી બેઠકમાં બંને પક્ષોએ પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થઈ
ગયા વર્ષે એપ્રિલથી પૂર્વી લદ્દાખની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીતનો આ 12 મો રાઉન્ડ હતો. નવ કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં તણાવ ઓછો કરવા મંત્રણા કરવામાં આવી હતી. તાજેતરમાં ચીને LAC વિવાદને સમાપ્ત કરવા માટે 26 જુલાઈએ મંત્રણા કરવાનું સૂચન કર્યું હતુ. જે ભારતે કારગીલ વિજય દિવસને કારણે નકારી કાઢયું હતું. બાદમાં વાતચીત માટે 31 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:India China LAC Dispute : આજે યોજાશે કોર કમાન્ડર સ્તરીય બેઠક