વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી નોંધાયેલી એક આઘાતજનક ઘટનામાં એક દંપતીએ કથિત રીતે કેજી સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધાનો ઇનકાર કર્યા પછી તેમના બાળકના મૃતદેહને 120 કિલોમીટર સુધી ટુ વ્હીલર પર લઈ જવા મજબુર બન્યા હતા. દંપતીએ કથિત રીતે કેજી હોસ્પિટલના સત્તાવાળાઓને તેમને એમ્બ્યુલન્સ માટે વિનંતી કરી હતી પરંતુ તેમની વિનંતી નકારી કાઢવામાં આવી હતી. ત્યારપછી આ દંપતી તેમના ટૂ-વ્હીલર પર તેમના બાળકના મૃતદેહને લઈને તેમના વતન ગામ પરત ફર્યા જે 120 કિલોમીટર દૂર છે.
શું છે સમગ્ર મામલો?:અલુરી જિલ્લાના કુમાડાની એક સગર્ભા મહિલાએ 2જી ફેબ્રુઆરીએ પડેરુ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. ડોકટરોએ જણાવ્યું હતું કે બાળક શ્વસન સંબંધિત બિમારીથી પીડિત હતું અને તેને વધુ સારી તબીબી સહાય માટે વિશાખાપટ્ટનમના KGHમાં રીફર કર્યો હતો. દરમિયાન ગુરુવારે સવારે 7.15 કલાકે વિશાખા કેજીએચમાં સારવાર લઈ રહેલા બાળકનું મૃત્યુ થયું હતું. જ્યારે માતા-પિતાએ બાળકના મૃતદેહને લેવા KGHના ITDA સેલનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ જણાવ્યું કે ત્યાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી. 2 કલાક સુધી રાહ જોઈ રહેલા માતા-પિતા તેમના ટુ-વ્હીલર પર પોતાના ગામ જવા રવાના થયા હતા. દરમિયાન, વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે કેજીએચ સ્ટાફની બેદરકારીને કારણે તેઓએ તેમનું બાળક ગુમાવ્યું હતું.
આ પણ વાંચોTamilnadu News : મંદિરનો વિશાળ દરવાજો ખોલતા હાથીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ