જયપુર:જયપુર-આગ્રા નેશનલ હાઈવે પર જિલ્લાના હંત્રા ગામ પાસે બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મળેલી માહિતી અનુસાર આ બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી. હાઇવે પર ઉભેલી બસને પાછળથી ટ્રેલરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા જ્યારે 11 ઘાયલ થયા હતા. પોલીસે તમામ ઘાયલોને આરબીએમ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું.
સહાયની જાહેરાત: રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.
'સવારે લગભગ 4 વાગ્યે જયપુર બાજુથી એક ઝડપી ટ્રેલરે બસને પાછળથી જોરથી ટક્કર મારી અને પાર્ક કરેલી બસને લગભગ 30 મીટર સુધી ખેંચી ગઈ. બસની આજુબાજુ ઉભેલા અને બસની અંદર બેઠેલા તમામ મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. સ્થળ પર હોબાળો મચી ગયો હતો.' -લખન સિંહ, એએસપી
11 લોકોના મોત:આ અકસ્માતમાં ગુજરાતના ભાવનગરના દેહોરના રહેવાસી કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અન્નુ, નંદરામ, લલ્લુ, ભરત, લાલ ભાઈ, અંબા બેન, કમુ બેન, રામુ બેન, મધુ બેન, અંજુ બેન અને મધુ બેનનો સમાવેશ થાય છે. રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
'અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 11 લોકો ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોની તબિયત સારી છે. જોકે પ્રાથમિક માહિતી દિહોર ગામની બસ હોવાની આવી રહી છે. ત્યાંના તંત્ર દ્વારા અમારો સંપર્ક શરૂ છે વધુ માહિતી આવ્યા બાદ અમે જાણ કરી શકીએ.' -આર.કે મહેતા, કલેક્ટર, ભાવનગર
બસને નડ્યો અકસ્માત:એએસપી વૈર લખન સિંહે જણાવ્યું કે બુધવારે સવારે ગુજરાતના ભાવનગરના લોકો બસમાં પુષ્કરના દર્શન કરીને ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા. હંતારા પાસે બસનું ટાયર ફાટ્યું હતું. હંતારા પાસે હાઈવેની સાઈડમાં બસ રોકાઈ હતી. કેટલાક મુસાફરો બસની બહાર અને પાછળ ઉભા હતા અને બાકીના બસની અંદર હતા.
'ભાવનગરથી ત્રણ દિવસ પહેલા દિહોરથી હરિદ્વાર માટે બસ નીકળી હતી. કોળી સમાજ અને બ્રહ્મ સમાજના કુલ 48 લોકો દિહોરમાં રવાના થયા હતા. રાજસ્થાનની હદ પુરી થાય છે ત્યાં આ દુર્ઘટના બની છે. અમે હાલ ઘટનાસ્થળે જઈ રહ્યા છે અને ત્યાં પહોંચીને વધુ માહિતી મળશે.'-પ્રવીણ મકવાણા, સરપંચ, દિહોર
ઇજાગ્રસ્તો સારવાર હેઠળ: માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી ઘટનાસ્થળેથી આરબીએમ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે તમામ મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે.
- Valsad Crime : લો હવે દારુની ખેપ મારતા એસઆરપી જવાન ઝડપાયો, પારડી પોલીસની સતર્કતાથી કરેલી કારી ફાવી નહીં
- Nagore Road Accident : રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 7ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત