- ઉત્તરાખંડમાં દર્દનાક વાહન અકસ્માત
- વાહન ખીણમાં ખાબકતા 11ના મોત
- પોલીસ અને SDRF દ્વારા રેસ્ક્યૂ શરૂ
ઉત્તરાખંડ: ચકરાતાથી વિકાસનગર તરફ જઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી સીધા ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક હાદસામાં કારમાં સવાર 11 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા SDRF તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.