ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એલઓસી પર પાકિસ્તાનના 11 સૈનિક ઠાર, સેનાએ નષ્ટ કર્યા બંકર - ભારતના પાંચ જવાનો શહીદ

દિવાળીના અવસરે પાકિસ્તાની સૈનિકોની નાપાક હરકતને ભારતીય જવાનોએ કરારો જવાબ આપ્યો છે. પાકિસ્તાનના 11 સૈનિકો માર્યા ગયા છે. અનેક સૈનિકો ઇજાગ્રસ્ત છે. ભારતના પાંચ જવાનો પણ શહીદ થયા છે. અમુક નાગરિકો માર્યા ગયાની માહિતી સામે આવી છે.

11 Pak Army soldiers killed in retaliatory firing by Indian Army
11 Pak Army soldiers killed in retaliatory firing by Indian Army

By

Published : Nov 14, 2020, 9:16 AM IST

  • પાકિસ્તાનની નાપાક હરકત
  • એલઓસી પર પાકિસ્તાનના 11 સૈનિક ઠાર
  • સેનાએ નષ્ટ કર્યા બંકર
  • ભારતના પાંચ જવાનો શહીદ

શ્રીનગરઃ પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શુક્રવારે ગુરેજ સેક્ટરના ઇજમર્ગમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેની અમુક જ મીનિટો બાદ કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી હતી. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકો માર્યા ગયા હતા. ભારતના પાંચ જવાન શહીદ થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના બંકરનો પણ નાશ કર્યો છે.

ઉરી સેક્ટરમાં ગોળીબારી

ઉરી સેક્ટરમાં થયેલી ગોળીબારીમાં ત્રણ નાગરિકો માર્યા જવાની સૂચના મળી છે, જ્યારે છથી વધુ લોકો ઇજાગ્રસ્ત છે.

જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના 16 સૈનિકોને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે. જ્યારે આઠના માર્યા ગયાની સૂચના મળી છે. આ વાતની જાણકારી બારામુલાના એસડીએમ રિયાઝ અહમદ મલિકે આપી છે.

આ પહેલા બારામૂલા જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારીમાં BSF ના સબ ઇન્સપેક્ટર રાકેશ ડોભાલના માથા પર ઇજા થઇ હતી અને તે શહીદ થયા હતા. તે ઉત્તરાખંડના ઋષિકેશ જિલ્લાના ગંગા નગરના નિવાસી હતા.

અધિકારીઓએ આપી માહિતી

અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાની સેનાએ બારામૂલાના ઉરી સેક્ટરમાં પણ ભારતીય ચોકીઓ પર ગોળીબારી કરી હતી.

અધિકારીઓએ કહ્યું કે, આ ઘટનાઓમાં કોઇ અકસ્માતની માહિતી નથી. તેમણે કહ્યું કે, બધા સેક્ટરોમાં ભારતીય સેના વળતો જવાબ આપી રહી છે.

રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાનું નિવેદન

આ સંબંધે રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, પાકિસ્તાને આજે કુપવાડાના ધાની વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક નાના હથિયારોથી ગોળીબારી કરી અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે, આપણા સૈનિકો પાકિસ્તાનને વળતો જવાબ આપી રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, ક્ષેત્રની દુકાનો પણ બંધ કરવામાં આવી છે, સ્થાનિકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યા છે.

ઉરી સિવાય અનેક વિસ્તારમાં ગોળીબાર

આ વચ્ચે બારામૂલાના ઉરી, બાંદીપોરાના સુઆરેજ અને કુપવાડાના કેરન વિસ્તારથી પણ પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હોવાની સૂચના મળી હતી.

કર્નલ કાલિયાએ કહ્યું કે, પાકિસ્તાની સેનાએ ગુરેજના ઇજમેર્ગ અને બાગટોર વિસ્તારો, ઉરીના હાજી પીર સેક્ટર અને કુપવાડાના કેરન સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલી ગોળીબારીમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details