નવી મુંબઈ:અનંત ચતુર્દશીના દિવસે ( Ganesh Chautarthi 2022) પનવેલના વડઘર વિસ્તારમાં ગણેશ મૂર્તિના વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 ભક્તો ગંભીર રીતે દાઝી ગયા હતા. જનરેટરનો વાયર તૂટીને વિસર્જન માટે જતા લોકો પર પડતા આ અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે, વીજ કરંટ લાગતાં શ્રદ્ધાળુઓને સબ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ભક્તોને પટવર્ધન હોસ્પિટલ અને લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. electrocuted broken generator wire
ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 11 લોકો દાઝ્યા
મુંબઈના પનવેલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે થયેલા અકસ્માતમાં વીજ કરંટ લાગવાથી 11 શ્રદ્ધાળુઓ દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ, તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. electrocuted broken generator wire
ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 11 લોકો દાઝ્યા
તમામ લોકો એક જ પરિવારના :આ ઘટના ગઈકાલે શુક્રવારે સાંજે 7.30 વાગ્યાની વચ્ચે વડઘર ખાડી પાસે બની હતી. વીજ કરંટની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો એક જ પરિવારના છે. ગણેશ પૂજા બાદ મૂર્તિનું વિસર્જન કરવા દરેક લોકો ઘરે જઈ રહ્યા હતા. વડઘર નાળાના કિનારે આવેલા સ્મશાન પાસે જનરેટરનો વાયર હાથગાડી પર પડતાં આ અકસ્માત સર્જાયો હતો.