નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં કહ્યું કે, ગાંધી જયંતિના અવસર પર દિલ્હીમાં ખાદીનું રેકોર્ડ વેચાણ થયું છે. અહીં કનોટ પ્લેસના એક ખાદી સ્ટોરમાં લોકોએ એક જ દિવસમાં 1.5 કરોડ રૂપિયાથી વધુનો સામાન ખરીદ્યો હતો. આ મહિનામાં ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એકવાર તેના તમામ જૂના વેચાણ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાદીના વેચાણમાં વધારો કરવાનો અર્થ એ છે કે તેનો લાભ સમાજના વિવિધ વર્ગો, શહેરથી ગામડા સુધી પહોંચે છે. આપણા વણકરો, હસ્તકલાના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ રોપતા કુટીર ઉદ્યોગો બધાને આ વેચાણનો લાભ મળે છે અને આ 'વોકલ ફોર લોકલ' અભિયાનની તાકાત છે અને ધીમે ધીમે તમામ દેશવાસીઓનો સહયોગ પણ વધી રહ્યો છે.
આજે 106 એપિસોડ પૂર્ણ થશે : 21 ઓક્ટોબરે મન કી બાત કાર્યક્રમની માહિતી આપતી વખતે પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેમના માસિક રેડિયો કાર્યક્રમ પર વ્યાપક સંશોધન કરવામાં આવી રહ્યું છે. 'ઈગ્નાઈટીંગ કલેક્ટિવ ગુડનેસ' પુસ્તકમાંથી ટાંકીને તેમણે કહ્યું કે મન કી બાત સામાજિક પરિવર્તન લાવવાનું એક માધ્યમ બની ગયું છે.
વડાપ્રધાને X પર આપી આ માહિતી : વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે મને ખુશી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ 'મન કી બાત' પર વ્યાપક સંશોધન કર્યું છે. પોતાના ઊંડાણપૂર્વકના તારણો લોકો સાથે શેર કર્યા છે. આવો જ બીજો પ્રયાસ બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશન દ્વારા પુસ્તક 'ઇગ્નાઇટીંગ કલેક્ટિવ ગુડનેસ' છે, જે સમજાવે છે કે કેવી રીતે આ પ્રોગ્રામ સામાજિક પરિવર્તન માટેનું એક વાહન બન્યું છે. આ કાર્ય માટે તેમને અભિનંદન. પોતાની પોસ્ટની સાથે તેણે mkb100book.in ની લિંક પણ શેર કરી છે. જ્યાંથી આ પુસ્તક ખરીદી શકાય છે.
આ કાર્યક્રમ આટલી ભાષામાં પ્રસારીત થાય છે : મન કી બાતનો પહેલો એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયો હતો. આ કાર્યક્રમનો 100મો એપિસોડ આ વર્ષે 30 એપ્રિલે પ્રસારિત થયો હતો. આ કાર્યક્રમ 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત થાય છે. આ પ્રોગ્રામ ફ્રેન્ચ, પશ્તો, ચાઈનીઝ સહિત 11 વિદેશી ભાષાઓમાં પણ સાંભળી શકાય છે.
- ICC World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ ધર્મશાલામાં 5 રનથી મેચ જીતી, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
- World Stroke Day 2023 : બ્રેઈન સ્ટ્રોકને કારણે મૃત્યુના કિસ્સામાં ભારત બીજા ક્રમે છે, દર 4 મિનિટે એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે